હિંદુ મંદિર બહાર કોથળાઓ ભરીને નોનવેજ અને દારૂની બોટલો ફેંકાતા વિવાદ, કડક કાર્યવાહીની માંગ
શહેરના વાડી વિસ્તારમાં આવેલા પૌરાણિક સ્વામિનારાયણ મંદિરના ગેટ પર કોઇ અજાણ્યા વ્યક્તિએ ઇંડા, ડુંગળી અને પાંઉ સહિત નોનવેજ વસ્તુઓનો ફેંકી જતા ભારે હોબાળો થયો છે. સેંકડોની સંખ્યામાં લોકો મંદિર ખાતે એકત્ર થઇ ચુક્યાં છે. આ મુદ્દે મંદિર દ્વારા વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. મંદિરના પૂર્વોતરના ગેટ તરફ કોઇ અજાણ્યા વ્યક્તિએ ઇંડા તથા ડુંગળી અને પાઉ જેવી અખાદ્ય વસ્તુઓ ફેંકી હતી. આ વસ્તુઓ મોટા પ્રમાણમાં કોથળો ભરીને કોઇ મુકી ગયું હતું. આ મંદિર છેલ્લા 147 વર્ષથી અહીં સ્થાપિત છે.
Trending Photos
વડોદરા : શહેરના વાડી વિસ્તારમાં આવેલા પૌરાણિક સ્વામિનારાયણ મંદિરના ગેટ પર કોઇ અજાણ્યા વ્યક્તિએ ઇંડા, ડુંગળી અને પાંઉ સહિત નોનવેજ વસ્તુઓનો ફેંકી જતા ભારે હોબાળો થયો છે. સેંકડોની સંખ્યામાં લોકો મંદિર ખાતે એકત્ર થઇ ચુક્યાં છે. આ મુદ્દે મંદિર દ્વારા વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. મંદિરના પૂર્વોતરના ગેટ તરફ કોઇ અજાણ્યા વ્યક્તિએ ઇંડા તથા ડુંગળી અને પાઉ જેવી અખાદ્ય વસ્તુઓ ફેંકી હતી. આ વસ્તુઓ મોટા પ્રમાણમાં કોથળો ભરીને કોઇ મુકી ગયું હતું. આ મંદિર છેલ્લા 147 વર્ષથી અહીં સ્થાપિત છે.
આ મંદિરની ચારે તરફ હાલમાં લઘુમતી કોમની વસ્તી આવેલી છે. જો કે આ મંદિર સાથે તમામ આડોશી પાડોશી લોકોને સારા સંબંધો છે. જો કે આજ રોજ મંદિરની ચારે તરફ કોઇ વ્યક્તિ ઇંડા, બ્રેડ અને રસોડાનો કચરો ચાર થેલાઓ ભરીને નાખી ગયું હતું. આ ઉપરાંત અહીં દારૂની બોટલ પણ છુટ્ટી પડી હતી. જેના પગલે સંતો તથા ભક્તોની લાગણી દુભાઇ છે. આ કોઇએ પોતાની હિન ભાવના સંતોષવા માટે જ કરેલી કાર્યવાહી લાગી રહી છે. આ મહિલાઓના મંદિરની બહાર ભગવાનની મુર્તિઓ સ્થાપિત કરવામાં આવી ચુકી છે.
જો કે ભક્તોનો આક્ષેપ છે કે આ મંદિરની આસપાસના વિસ્તારમાં લઘુમતી કોમના લોકો રહે છે. તેઓ અહીં આડેધડ પોતાનાં વાહનો પાર્ક કરે છે. મંદિરની દિવાલો પર અયોગ્ય વસ્તુઓ નાખે છે. આ ઉપરાંત કોમી વૈમનસ્વ નાખે છે. લઘુશંકા પણ આ મંદિરની દિવાલ પર જ કરે છે. જેથી આ અંગે કોમી વૈમનસ્ય ન ફેલાય તે માટે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. વાડી મંદિર પાસે અભક્ષ્ય વસ્તુઓ નાખીને વ્યક્તિ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે