ઈદની ઉજવણીને લઈને મહેસાણાની આ શાળામાં વિવાદ વકર્યો: હિન્દૂ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
મહેસાણા સ્થિત કિંડસ કિંગડમ સ્કૂલમાં બકરી ઇદની ઉજવણી અંગે ગઈકાલે સોશ્યલ મીડિયામાં રોષ બાદ હિન્દૂ સમાજ અને હિન્દૂ સંગઠનો એ આજે સ્કૂલમાં ઘુસી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: મહેસાણા રાધનપુર ચોકડી પર આવેલ કિડસ કિંગડમ સ્કૂલમાં બકરી ઈદની વિધાર્થીઓ પાસે ઉજવણી કરાવતા મામલો ગરમાયો છે. હિન્દૂ સંગઠન દ્વારા વિરોધ કરી રામધૂન બોલાવી ભારે વિરોધ સાથે સ્કૂલ પાસે હોબાળો મચાવ્યો હતો.
મહેસાણા સ્થિત કિંડસ કિંગડમ સ્કૂલમાં બકરી ઇદની ઉજવણી અંગે ગઈકાલે સોશ્યલ મીડિયામાં રોષ બાદ હિન્દૂ સમાજ અને હિન્દૂ સંગઠનો એ આજે સ્કૂલમાં ઘુસી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે બકરી ઇદની રજા હોવાથી સ્કૂલ બંધ હતી પરંતુ આજે હિન્દૂ બહુ સંખ્યક વિસ્તારમાં આવેલી અને હિન્દૂ બાળકો અભ્યાસ કરે છે.
એ કિંડસ કિંગડમ સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત ના હિન્દૂ સંગઠનો આજે કિંડસ કિંગડમ સ્કૂલે પહોંચી ભારે વિરોધ કર્યો છે. વિરોધની સાથે હિન્દૂ સંગઠનોએ બકરી ઇદ ઉજવણીના વિરોધ સાથે જયશ્રી રામની ધૂન પણ બોલાવી હતી. સ્કૂલમાં હિન્દૂ સંગઠનોના વિરોધ અને રોષના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
બકરી ઇદ ઉજવણી વિવાદ બાદ સ્કૂલ સંચાલકોએ લેખિતમાં માફી હિન્દૂ સંગઠનોએ સ્કૂલમાં ઘુસી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ શાળાના સંચાલકોએ લેખિત અને મૌખિક માફી માંગી હતી. પોલીસે મધ્યસ્થી કરી મામલો હાલમાં તો થાળે પાડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે