'સંગઠન સર્વોપરી', રાજેન્દ્ર ત્રિવેદીના વિધાનસભા વિસ્તારમાં લાગ્યા વિવાદાસ્પદ બેનર

વડોદરાના રાવપુરા સીટ પરથી ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી લેવામાં આવ્યો છે. 

'સંગઠન સર્વોપરી', રાજેન્દ્ર ત્રિવેદીના વિધાનસભા વિસ્તારમાં લાગ્યા વિવાદાસ્પદ બેનર

વડોદરાઃ વડોદરા શહેરમાં આજે ઠેર-ઠેર વિવાદાસ્પદ બેનર લાગ્યા છે. અચાનક લાગેલા આ બેનર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. આ બેનરમાં સંગઠન હી સર્વોપરી લખેલું છે. બેનર લગાવનાર વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવી છે. બેનરમાં ભારત માતા કી જય લખેલું પણ જોવા મળી રહ્યું છે. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી લેવામાં આવતા આ બેનરો લાગ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. 

વડોદરામાં લાગ્યા વિવાદાસ્પદ બેનર
વડોદરા શહેરમાં કાલાઘોડા સર્કલ, સયાજી હોસ્પિટલ સહિત અનેક જગ્યાએ સંગઠન હી સર્વોપરી અને ભારત માતા કી જય લખેલા બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનર કોણે લગાવ્યા તેની ઓળખ છુપાવવામાં આવી છે. મોટા ભાગના બેનર રાવપુરા વિધાનસભામાં લાગ્યા છે. આ વિધાનસભા સીટ પરથી રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી છે. 

રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવાતા લાગ્યા બેનર!
વડોદરા શહેરમાં મોટા ભાગના બેનર રાજેન્દ્ર ત્રિવેદીના વિધાનસભા વિસ્તારમાં લાગ્યા છે. નોંધનીય છે કે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ આંચકી લીધો હતો. ત્યારબાદ તેમના મત વિસ્તારમાં લાગેલા બેનર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. પરંતુ આ બેનર કોણે લગાવ્યા છે અને તેની પાછળનો હેતું શું છે તે સામે આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news