અમદાવાદ જ નહી હવે વડોદરા-રાજકોટ-સુરતમાં પણ શનિ-રવિ વિકએન્ડ કર્ફ્યૂની વિચારણા
Trending Photos
અમદાવાદ : ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ કર્ફ્યૂ રાત્રી દરમિયાન છે. જો કે રાજ્યના કોરોનાની વણસતી સ્થિતીને જોતા સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા અંગે વિચારણા કરી રહી છે. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરોમાં શનિવારે અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહ દરમિયાન દિવસનો કર્ફ્યૂ અમલી બનાવવામાં આવશે.
આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટા પાયે ભંગ થતો જોવા મળે છે. આ ઉપરાંત ચા અને પાન મસાલાના ગલ્લા અને નાસ્તાની લારીઓ અને સ્ટ્રીટફૂડના આઉટલેટ્સ પર પણ સદંતર પ્રતિબંધ મુકાઇ શકે છે. હાલ આ મુજબની સત્તાવાર જાહેરાત કરાઇ નથી, જો કે ગુરૂવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. દરમિયાન રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું કે રાજ્યમાં ફરી લોકડાઉનના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચાર તદ્દન ખોટા અને પાયા વિહોણા હોવાની વાત ખોટી છે અને આ અંગેની કોઇ જ વિચારણા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વડાપ્રધાન સાથેની કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારીને 55 હજાર કરાઇ છે. તેમાંથ 82 ટકા એટલે કે 45 હજાર બેડ ખાલી છે. કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ધનવંતરી રથની સંખ્યા પણ વધારીને 1700 કરવામાં આવી છે. અમદાવાદમાં 125થી વધારે કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. લગ્નો અને સમારંભોમાં પણ લોકોની સંખ્યા મર્યાદા ઘટાડીને 200થી ઓછી કરીને 100 કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે