સ્થાનિક સ્વરાજ ચૂંટણી મામલે આજથી રાજ્યમાં કોંગ્રેસે શરૂ કર્યું મહા જનસંપર્ક અભિયાન
સ્થાનિક સ્વરાજ ચૂંટણી મામલે આજથી રાજ્યમાં કોંગ્રેસ (Congress) દ્વારા મહા જનસંપર્ક અભિયાન (Maha Jansampark Abhiyan) શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા, તાલુકા પંચાયત બેઠક અને વોર્ડ દિઠ કોંગ્રેસ જનસંપર્ક અભિયાન કરશે
Trending Photos
ગૌરવ પટેલ/ અમદાવાદ: સ્થાનિક સ્વરાજ ચૂંટણી મામલે આજથી રાજ્યમાં કોંગ્રેસ (Congress) દ્વારા મહા જનસંપર્ક અભિયાન (Maha Jansampark Abhiyan) શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા, તાલુકા પંચાયત બેઠક અને વોર્ડ દિઠ કોંગ્રેસ જનસંપર્ક અભિયાન કરશે. રાજીવ સાતવ (Rajiv Satav) અને અમિત ચાવડા (Amit Chavda) અમદાવાદ જિલ્લાના મટોડા (Matoda Village) બેઠકથી અભિયાનનો પ્રારંભ કર્યો છે. જ્યારે મોડાસર, મૌરૈયા, અમદાવાદના સાબરમતી અને શાહિબાગ વોર્ડમાં સભાઓ કરવામાં આવશે.
આ ઉપરાંત ઉપલેટા અને રાજકોટમાં પરેશ ધાનાણી, વડોદરામાં ભરતસિંહ સોલંકી, ટંકારા અને જામનગરમાં અર્જૂન મોઢવાડિયા, ચૌર્યાસી અને સુરતમાં તુષાર ચૌધરી, અમદાવાદના ઇસનપુર અને ખોખરામાં દિપક બાબરિયા, નરોડા અને વિરાટનગરમાં સી જે ચાવડા તેમજ કુબેરનગર અને સરદારનગરમાં જયરાજસિંહ પરમાર સભાઓ કરશે.
મહા જનસંપર્ક અભિયાન (Maha Jansampark Abhiyan) અંતર્ગત સભાનું સંબોધન કરતા રાજીવ સાતવે (Rajiv Satav) મટોડા ગામને (Matoda Village) પોતાના હિંગોલી ગામ સાથે સરખાવ્યું હતું. મંદિરમાં દર્શન કરી પોઝિટિવ એનર્જી મળી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. ખેતી માટે પાણી મળે યુવાનોને રોજગાર મળે તેવી માંગ કરી છે. હજુ આ સમસ્યાઓનો અંત આવ્યો નથી. યુવાનોને ઉદ્યોગોમાં નોકરી મળી નથી આ સમસ્યાના ઉકેલ માટે આ સરકાર યોગ્ય કામ કેમ કરતી નથી. આ સરકાર ખેડૂત વિરોધી ત્રણ કાયદા પરત કેમ લેતી નથી.
રાજીવ સાતવે વધુમાં જણાવ્યું હતું કે, આ કાયદાથી ખેત પેદાશો પાણીના પૈસે આપી દેવી પડશે. દિલ્હીમાં લાખો ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે જેનું સમર્થન અમે કરી રહ્યા છીએ. ખેડૂત આંદોલનને સમર્થન કરવા માટે આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સોનિયા ગાંધીએ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. આ સરકાર દેવું માફ કરતી નથી અને આજે પણ માંગ છે કે, ખેડૂતોનું દેવું માફ કરવું જોઇએ. આજે ખેડૂતોને પાક વીમો મળતો નથી જેના માટે આ સંઘર્ષ ચાલુ છે.
આ પણ વાંચો:- Metro Train Project: રૂપાણીએ કહ્યું- કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે ગુજરાતને થતો હતો અન્યાય
જો કે, ત્યારબાદ અમિત ચાવડાએ સભા સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં ખેડૂતો, યુવાનો અને સ્થાનિક સમસ્યાઓથી પિડાઈ રહેલા લોકો માટે જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેની શરૂઆત મટોડા ગામથી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારીને સંસદમાંથી સસ્પેન્ડ કર્યા છતાં તેઓ રાતભર સંસદના પ્રાંગણમાં ખેડૂતો માટે લડતા રહ્યા છે. રાજ્યમાં અને દેશમાં ભાજપની સરકાર રાજ કરે છે. જો કે, તે લોકો માટે ચિંતા નથી કરતી. માત્ર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે. લોકોની ચિંતા કરતી સરકારની જરૂર છે. સરકાર એવી હોવી જોઇએ કે, તેના દ્વારા બનાવેલા કાયદાથી લાખો કરોડો લોકોની પેઢીઓ તરી જાય. કોંગ્રેસની સરકારે ગણોતિયાને જમીનના માલિક બનાવ્યા છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ખેડે તેની જમીનનો કાયદો લાવી લોકોને ખેડૂત તથા જમીનના માલિક બનાવ્યા. કોંગ્રેસે ખેડૂતની જમીનનું રક્ષણ આપ્યુ હતું. વર્તમાન સરકાર નવી શરતને જૂની શરતમાં ફેરવવાનો કાયદો લાવ્યા છે. આઠ કિલોમીટરના કાયદાને દૂર કરતા મોટા શહેરના ઉદ્યોગપતિઓ ગામડાની જમીન ખરીદતા થયા છે. ગરીબો જમીન વિહોણા થવા લાગ્યા છે. દિલ્હીમાં બેઠેલી સરકાર એવા કાયદા બનાવે છે કે જેથી કંપની રાજ આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે