સુરત: કોંગ્રેસના સંગઠન ગાબડુ, શહેર પ્રમુખના ત્રાસથી 11 હોદ્દેદારોએ આપ્યું રાજીનામું
શહેર કોંગ્રેસના જમ્બો સંગઠનની જાહેરાત થતાંની સાથે વિરોધનો સુર પણ શરુ થયો છે. શહેર પ્રમુખની તાનાશાહીથી નારાજ 11થી વધુ હોદ્દેદારોએ રાજીનામું આપી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે આ હોદ્દેદારો દ્વારા બેઠક કરી પોતાનો અવાજ સ્થાનિક વોર્ડના કાર્યકર્તા થી લઇ રાષ્ટ્રીયકક્ષા સુધી પહોંચાડવાની રણનીતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Trending Photos
તેજસ મોદી/સુરત: શહેર કોંગ્રેસના જમ્બો સંગઠનની જાહેરાત થતાંની સાથે વિરોધનો સુર પણ શરુ થયો છે. શહેર પ્રમુખની તાનાશાહીથી નારાજ 11થી વધુ હોદ્દેદારોએ રાજીનામું આપી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે આ હોદ્દેદારો દ્વારા બેઠક કરી પોતાનો અવાજ સ્થાનિક વોર્ડના કાર્યકર્તા થી લઇ રાષ્ટ્રીયકક્ષા સુધી પહોંચાડવાની રણનીતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. એક તરફ લોકસભાની ચુંટણીને ભાજપે મજબુત કામગીરી શરુ કરી દીધી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં રિસામણા શરુ થયા છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતાઓના નારાજગીના સમચારો સામે આવ્યા હતા. કેટલાક નેતાઓએ ગુપ્ત બેઠક પણ કરી હતી, ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસે જ સુરત શહેર કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા પાર્ટી હાઈકમાન્ડની મંજુરીથી આ માળખું જાહેર કરવામાં આવ્યું હતું.
બાવળિયા પહોચ્યા દિલ્હી: વડાપ્રધાન સાથે મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક
નવા માળખામાં 31 ઉપપ્રમુખ, 1 ખજાનચી, 54 મહામંત્રી, 1 પ્રવક્તા, 68 મંત્રી અને કોર કમિટીમાં 80 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે આ માળખું જાહેર થતાં કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ થયા છે. સંજય પટવા સહિતના કોંગ્રેસના જુના નેતાઓ સહિતના કેટલાકને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું નથી, તેમ જ કેટલાક જૂથનાં નેતાઓને પણ કપાયા છે. જેને પગલે નારાજગીનો દૌર શરુ થયો છે.
કોંગ્રેસ સાથે જોડાયેલા સંજય પટવા, જવાહર ઉપાધ્યાય, ફિરોઝ મલેક ભુપેન્દ્ર સોલંકી, મકસુદ મિર્ઝા, જાવેદ મિર્ઝા, ગોપાલ પાટીલ, કેશવ મ્હાયાવંશી અને કાંતિ વસવાએ પોતાના પ્રાથમિક હોદ્દાઓ પર રાજીનામું આપ્યું છે. તમામ લોકોએ રાજુનામાં પાછળ પ્રમુખ બાબુ રાયકા દ્વારા પોતાના જૂથ અને પરિવારવાદ હોવાનું જણાવ્યું છે. સોમવારે સાંજે સુરત સર્કીટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સંજય પટવા, ફિરોઝ મલેક, ભુપેન્દ્ર સોલંકી, કામરાન ઉસ્માની, સુરેશ સોનવણે ભેગા થયા હતા. જેમાં જુના અને કર્મથ કાર્યકર્તાઓને થયેલા અન્યાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ: પત્નીની આબરૂ લેવા આવેલા શખ્શની પતિએ કરી હત્યા
બેઠક બાદ સંજય પટવાએ જણાવ્યું હતું કે અમે અમારી લાગણી અને માંગણી બંને પ્રદેશ કક્ષાએ પહોંચાડી છે, કોંગ્રેસના નવા માળખામાં યોગ્ય રીતે નિમણુંકો કરવામાં આવી નથી. બસ બાબુ રાયકા અને કદીર પીરઝાદા ગ્રુપના લોકોને જ સ્થાન અપાયું છે. જે લોકો વર્ષોથી પાર્ટી સાથે જોડાઈને કામ કરે છે તેમને બાકાત કરાયા છે. અમે વોર્ડના અમારા કાર્યકર્તાઓને મળીશું અને તેમને પણ આ વાત જણાવીશું, પાર્ટી હાઇકમાન્ડનું પણ ધ્યાન દોર્યું છે. આશા છે કે યોગ્ય ઉકેલ આવશે.
પાલિકાના સૌથી સિનિયર કોર્પોરેટર ભુપેન્દ્ર સોલંકીનું કહેવું છે કે અમે એટલું જ કહી એ છીએ કે જે લોકોએ ભૂતકાળમાં કોંગ્રેસના ઉમેદવારોને જ હરાવવા માટે કામ કર્યું હોય તેમને શા માટે હોદ્દાઓ આપવામાં આવ્યા છે. જે ભાજપના એજન્ટ બની ચુંટણીમાં કોંગ્રેસને નુકાસન કરે છે, તેમને હોદ્દો આપી શહેર પ્રમુખ શું સંદેશો આપે છે. અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. પૂર્વ પ્રદેશ મંત્રી ફિરોઝ મલેકે કહ્યું હતું કે જે લોકો વર્ષોથી પાર્ટી માટે ઘસાતા આવ્યા છે, તેવા કાર્યકરોની અવગણા કરવામાં આવી તે યોગ્ય છે.
રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ કરવા સુરત પોલીસે કરી કોર્ટમાં અરજી, વધશે મુશ્કેલી
કોંગ્રેસ એક પરિવાર છે, ત્યારે દરેક કાર્યકરને તેની કામગીરી પ્રમાણે હોદ્દો મળવો જોઈએ, 2019ની ચુંટણી સામે છે ત્યારે તમામને સાથે લઇ ચાલવું તે પ્રમુખની ફરજ છે, પરતું જાણે તેઓ એક બે નેતાઓને પોતાના વિરોધી ગણી, તેમાં અને તેમના કાર્યકરોનો એકડો જ કાઢી નાખવાનો પ્રયાસ કર્યો છે. અમને આશા છે કે હાઈકમાન્ડ આ અંગે યોગ્ય નિર્ણય કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે