ગેનીબેનનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન : લગ્નમાં ડીજે વગાડવવા મુદ્દે કહી મોટી વાત

Geniben Thakor On DJ In Wedding : ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવવાનું શું કામ !
 

ગેનીબેનનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન : લગ્નમાં ડીજે વગાડવવા મુદ્દે કહી મોટી વાત

Congress MLA Geniben Thakor બનાસકાંઠા : ગુજરાત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પોતાના બેબાક અંદાજ માટે ફેમસ છે. ગુજરાત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હંમેશા અનોખા અંદાજમાં જોવા મળે છે. તેમની સ્પષ્ટ બોલવાની આદતથી તેઓ જ્યાં હોય છે ત્યાં છવાઈ જાય છે. તાજેતરમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બે નાળી બંદૂક સાથે દેખાયા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે હવે વાવના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ફરી સમાજનાં દિકરા- દીકરીઓને ટકોર કરી છે. 

લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સમાજના વડીલોને ફરી ગેનીબેન ઠાકોરે ટકોર કરી છે. તેઓએ સમાજના દિકરા- દીકરીઓ DJ નો મોહ રાખી DJ વગર લગ્ન નથી કરતા અને તેવા લગ્ન કરનાર સમાજનાં દીકરા દીકરીઓ સામે ગેનીબેન ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે. 

ભાભરના ઈન્દરવા ગામે એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા. જ્યા તેઓએ DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા આહવાન કર્યુ. તેમણે કહ્યું કે, DJ વગર લગ્નના ફેરા ફરવા ના પાડનાર દિકરા- દિકરીઓની જીદ સામે માતા પિતાએ પોતાનાં દિકરા- દિકરીઓ સમજાવવાના પ્રયાસો કરવા પડશે. DJ ના કારણે લગ્ન પ્રસંગ માં મતભેદ ઊભા થાય છે. સાથે સાથે DJ ના કારણે જીવજંતુને પણ આડ અસરો થાય છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવવાનું શું કામ!

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગેનીબેન કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાની વાત કરી ચૂક્યા છે. તો સ્વરક્ષા માટે મહિલાઓને હથિયાર રાખવાની મંજૂરી આપવાની પણ વાત કરી ચૂક્યા છે. ગેનીબેને દીકરીઓને મોબાઈલ ન આપવા અંગે જણાવ્યુ કે મોબાઈલ વપરાશના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. જેથી સમાજ-સુધારણા માટે માતા-પિતાએ તેમની કુંવારી દીકરીઓ પર મોબાઈલ પ્રતિબંધનું પાલનુ કરાવવુ જોઈએ. એકતરફ રાજ્ય સરકાર કોલેજમાં અભ્યાસ કરતા દીકરા-દીકરીઓને સ્માર્ટ ફોન આપે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાય તે હેતુથી કોલેજના પ્રથમ વર્ષમાં જ દીકરા-દીકરીઓને વિનામૂલ્યે સ્માર્ટફોન આપે છે. ત્યારે કુંવારી દીકરી ફોન ન આપવાનુ ગેનીબેન સમર્થન કરે છે. માત્ર કુંવારી દીકરીઓને ફોન આપવાથી જ સમાજમાં બદી વધતી હોવાનો તેમનો તર્ક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news