ગેનીબેનના સરકાર પર આક્ષેપ, સચિવાલયમાં ઈરાદાપૂર્વક આગ લગાવાઈ હતી, કારણ કે...

Gandhinagar Fire : સચિવાલયમાં આગ મામલે કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર કર્યા પ્રહાર.. કહ્યું, સચિવાલયમાં ગુજરાતનું ભવિષ્ય સળગાવ્યું અને હવે ગૌરવ લેવા આવે છે.. ભ્રષ્ટાચાર છૂપાવવા જાણી જોઈને લગાડી આગ..

ગેનીબેનના સરકાર પર આક્ષેપ, સચિવાલયમાં ઈરાદાપૂર્વક આગ લગાવાઈ હતી, કારણ કે...

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ગાંધીનગર જૂના સચિવાલયમાં આગનો બનાવ બન્યો હતો. ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર ૧૬ ની કચેરીમાં આ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે સચિવાલયમાં આગ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકરે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેને આગમાં ભ્રષ્ટાચારની ફાઈલ દબાવવા ઈરાદાપૂર્વક કૃત્ય કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સચિવાલયમાં ફાઈલો સળગાવી ગૌરવ લેવા આવ્યા. સચિવાલયમાં ફાઈલ નહી ગુજરાતનું ભવિષ્ય સળગ્યુ. દરેક ડિપાર્ટમેન્ટમાં આવુ થાય તો ભ્રષ્ટાચાર વધુ વકરશે. 

સચિવાલયમાં લાગી હતી આગ
શુક્રવારે વહેલી સવારે ગાંધીનગર જૂના સચિવાલયમાં આગનો બનાવ બન્યો હતો. ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર ૧૬ ની કચેરીમાં આ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી.

ગાંધીનગરમાં જૂના સચિવાલયના બીજા માળે આગ લાગી, અફરાતફરી મચી

ગેનીબેનના સરકાર પર પ્રહાર
સચિવાલયમાં આગને મામલે ગેનીબેને સરકાર પર પ્રહાર કર્યા. સાથે જ બનાસકાંઠામાં આજે યોજાનાર ભાજપની ગૌરવ યાત્રા પર વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું કે, સચિવાલયમાં આગ લાગવાની ઘટના એમના ભ્રષ્ટાચારોની ફાઈલો દબાવવા માટે ઈરાદા પૂર્વક કરવામાં આવેલું કૃત્ય છૅ. સચિવાલયમા ફાઈલો સળગાવી એનું ગૌરવ લેવા આવે છૅ. લોકો વચ્ચે જાહેરાતો કરી અને યોજનાઓનું અમલીકરણ ન કરી એનું ગૌરવ લેવામાં આવે છૅ. અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરે એનું ગૌરવ લેવામાં આવે છૅ. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ સરકાર એક પણ બાબતે એવુ ગૌરવ લઇ શકે તેમ નથી. કોઈ દિવસ એવો નથી હોતો કે, કોંગ્રેસના 5 માણસોને બ્લેકમેલિંગ કરી અને ભાજપનો ખેસ પહેરાવે. સચિવાલયમા માત્ર ફાઈલો નથી બળી ગુજરાતના લોકોનું ભવિષ્ય બળ્યું છૅ. આવુ જ જો દરેક ડિપાર્ટમેન્ટમા થાય તો અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા મોકળું મેદાન મળશે. 

સુરતમાં વધતા લવ જેહાદના કિસ્સાઓને અટકાવવા હિન્દુસ્તાની કાજલ અધ્યક્ષતામાં કતારગામ વિસ્તારમાં જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. લવ જેહાદ અને લેન્ડ જેહાદને લઈ કાજલ હિન્દુસ્તાનીએ આક્રમક ભાષણ કર્યું. જેમાં તેમણે લવ જેહાદથી બચવા વાલીઓને સતર્ક કરતા જણાવ્યું હતું કે 4 પ્રકારે લવ જેહાદ કરાઈ રહ્યું છે. સાથે જ હિન્દુત્વને સાયલન્ટ સાથ આપવા અપીલ હતી. તો વકફ બોર્ડના કાયદા પર પ્રહાર કર્યા હતા અને લેન્ડ જેહાદ ખુબ જ તેજીથી થઈ રહ્યું હોવાની વાત કરી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યુ કે વકફ કાયદો કોંગ્રેસની દેન છે. વકફ કાયદામાં સંશોધન જરૂરી જે ભારત સરકાર લાવશે. તો દીકરીઓને સલાહ આપતા જણાવ્યુ કે દીકરીઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. whatsapp, facebook અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમથી વિધર્મીઓ દીકરીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી દે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news