અલ્પેશ ઠાકોર સામે થઇ શકે છે મોટી કાર્યવાહી, કોંગ્રેસ કરી શકે છે સસ્પેન્ડ

કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ મુદ્દે પક્ષનું કહેવું છે કે, અલ્પેશ ઠાકોરનું રાજીનામું હજુ સુધી કોંગ્રેસ પ્રમુખને મળ્યું નથી. તેથી કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકે છે.

અલ્પેશ ઠાકોર સામે થઇ શકે છે મોટી કાર્યવાહી, કોંગ્રેસ કરી શકે છે સસ્પેન્ડ

અમદાવાદ: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપાવામાં આવેલા અલ્ટિમેટમ બાદ 24 કલાકમાં જ કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે અલ્પેશ ઠાકોરના રાજીનામાને લઇને નવો વળાંક આવ્યો છે. આ મુદ્દે પક્ષનું કહેવું છે કે, અલ્પેશ ઠાકોરનું રાજીનામું હજુ સુધી કોંગ્રેસ પ્રમુખને મળ્યું નથી. તેથી કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકે છે.

અલ્પેશ ઠાકોરે અનેક અટકળો વચ્ચે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે અલ્પેશ ઠાકોરે તેના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, મારું જીવન સમાજસેવા સાથે જોડાયેલું છે. હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જોડાયેલો હતો. ગરીબો-પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પુરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે.

મારી સેનાનો આદેશ છે જ્યાં અપમાન, અવગણના અને વિશ્વાઘાત થાય ત્યાં મારે ના રહેવું જોઇએ. તેથી કોંગ્રેસ પક્ષના તમામ પદ પરથી રાજીનામું આપું છું. તો બીજીબાજુ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવેલું રાજીનામુ હજુ સુધી કોંગ્રેસ પ્રમુખને મળ્યું નથી અને અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં ઠાકરો સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું સમર્થન અને પ્રચાર કરી પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે.

આ અંગે કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી આ તમામ બાબતોના પુરાવા એકત્રિત કરી રહી છે. ત્યારેબાદ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે અને સસ્પેન્ડ કર્યા બાદ ધારાસભ્ય પદેથી અલ્પેશને હટાવવાની પ્રક્રિયા હાથ ધરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news