રાષ્ટ્રપતિને લખાયેલ પત્ર મામલે મોટો ખુલાસો: 'સેનાને રાજકારણ સાથે કોઇ લેવા દેવા નથી, અમે નથી લખ્યો પત્ર'

પૂર્વ સેના પ્રમુખોએ સશસ્ત્ર સેનાઓના રાજનીતિક ઉપયોગને લઈને રાષ્ટ્રપતિને લખાયેલા પત્રને ખોટો ઠેરવ્યો છે. પૂર્વ સૈનિકોએ કહ્યું કે સેનાના રાજનીતિક ઉપયોગ સંબંધિત પત્ર રાષ્ટ્રપતિને લખ્યો નથી.

રાષ્ટ્રપતિને લખાયેલ પત્ર મામલે મોટો ખુલાસો: 'સેનાને રાજકારણ સાથે કોઇ લેવા દેવા નથી, અમે નથી લખ્યો પત્ર'

નવી દિલ્હી: પૂર્વ સેના પ્રમુખોએ સશસ્ત્ર સેનાઓના રાજનીતિક ઉપયોગને લઈને રાષ્ટ્રપતિને લખાયેલા પત્રને ખોટો ઠેરવ્યો છે. પૂર્વ સૈનિકોએ કહ્યું કે સેનાના રાજનીતિક ઉપયોગ સંબંધિત પત્ર રાષ્ટ્રપતિને લખ્યો નથી. અત્રે જણાવવાનું કે કેટલાક અહેવાલ મુજબ એક પત્રમાં સેનાના 8 પૂર્વ પ્રમુખો અને અન્ય 148 પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને સશસ્ત્ર સેનાઓના રાજનીતિક ઉદ્દેશ્યો માટે ઉપયોગ થવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો છે. 

પત્ર પર જે લોકોના હસ્તાક્ષર છે તેમાં પૂર્વ સેના પ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) એસએફ રોડ્રિગ્ઝ, જનરલ(સેવાનિવૃત્ત) શંકર રોય ચૌધરી અને જનરલ (સેવાનિવૃત્ત) દીપક કપૂર, ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ ચીફ માર્શલ (સેવાનિવૃત્ત) એનસી સૂરી સામેલ છે. 

જો કે પૂર્વ સેના પ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) એસએફ રોડ્રિગ્ઝે આ પ્રકારના કોઈ પણ પત્ર અંગે ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, 'સર્વિસ દરમિયાન અમે જે પણ સરકાર હોય તેના આદેશને ફોલો કરીએ છીએ, સેનાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા હોતા નથી, કોઈ કશું પણ કહી શકે છે અને તેને ફેક ન્યૂઝ બનાવીને વેચી શકે છે. જેમણે આ બધુ લખ્યું છે તે લોકો કોણ છે તે હું જાણતો નથી.'

— ANI (@ANI) April 12, 2019

પૂર્વ એર ચીફ માર્શલ એનસી સૂરીએ પણ આ વાતથી ઈન્કાર કર્યો છે. સૂરીએ કહ્યું કે, 'આ પત્રમાં જે પણ  કઈ લખ્યું છે તેનાથી હું સહમત નથી. અમારી વાતને ખોટી રીતે રજુ કરાઈ છે.'

ત્રણેય પૂર્વ સેના પ્રમુખો એડમિરલ (સેવાનિવૃત્ત) એલ રામદાસ, એડમિરલ (સેવાનિવૃત્ત) અરુણ પ્રકાશ, એડમિરલ (સેવાનિવૃત્ત) મહેતા અને એડમિરલ (સેવાનિવૃત્ત) વિષ્ણુ ભાગવતે પણ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. પત્ર ગુરુવારે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો.

— ANI (@ANI) April 12, 2019

સામે આવેલા કથિત પત્રમાં પૂ્ર્વ સૈનિકો તરફથી કહેવામાં આવ્યું કે, "મહોદય અમે નેતાઓની અસામાન્ય અને સંપૂર્ણ રીતે અસ્વીકૃત પ્રકિયાનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જેમાં તેઓ સરહદ પાર હુમલા જેવા સૈન્ય અભિયાનોનો શ્રેય લઈ રહ્યાં છે અને એટલે સુધી કે સશસ્ત્ર સેનાઓને 'મોદીજીની સેના' બતાવવાનો દાવો સુદ્ધા કરી રહ્યાં છે."

પૂર્વ સૈનિકોએ કહ્યું કે આ ચિંતા અને સેવારત તથા સેવાનિવૃત્ત સૈનિકો વચ્ચે અસંતોષનો મામલો છે કે સશસ્ત્ર સેનાઓનો ઉપયોગ રાજકીય એજન્ડા ચલાવવા માટે થઈ રહ્યો છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાલમાં જ એક ચૂંટણી સભામાં સશસ્ત્ર સેનાઓને મોદીજીની સેના ગણાવી હતી. જેના પર વિરોધી પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. ચૂંટણી પંચે પણ ટિપ્પણીઓ પર કડક આપત્તિ જતાવી હતી. 

જુઓ LIVE TV

પત્રમાં પૂર્વ સૈનિકોએ ચૂંટણી પ્રચાર અભિયાનમાં ભારતીય વાયુસેનાના પાઈલટ અભિનંદન વર્ધમાન અને અન્ય સૈનિકોની તસવીરોના ઉપયોગ ઉપર પણ નારાજગી વ્યક્ત કરી છે. 

(ઈનપુટ-ભાષા)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news