હાર્દિક પટેલનો Exclusive Interview : કોંગ્રેસના સળગતા મુદ્દાઓ પર આપ્યો જવાબ
Trending Photos
- અનેક સળગતા સવાલોનો ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે શીર્ષ સંવાદ કાર્યક્રમમાં જવાબ આપ્યો
- હાર્દિક પટેલે કહ્યું કે, જો મોટો પરિવાર હોય ત્યા નોંકઝોંક થતી હોય છે. નાનો મોટો વિવાદ હશે તો પણ રૂમમાં બેસીને ત્યાં જ પૂરો કરીશું
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ કે નહિ? શું ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) બીજો વિકલ્પ છે? શું હાર્દિક પટેલ કોંગ્રેસ (congress) માં ખુશ છે? પદ મળ્યા પછી 1 વર્ષમાં તમે શું કર્યું? 2 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનુ માળખુ કેમ નથી બન્યું? આવા અનેક સળગતા સવાલોનો ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (Hardik Patel) ઝી 24 કલાકના શીર્ષ સંવાદ કાર્યક્રમમાં જવાબ આપ્યો. ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની સામે તેમણે અનેક મુદ્દે ખૂલીને વાત કરી.
શું હાર્દિક પટેલ કોંગ્રેસમાં ખુશ છે?
2017 બાદથી ગુજરાતનો આક્રમક આંદોલનકારી ચહેરો બનેલા હાર્દિક પટેલ હાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. શું હાર્દિક પટેલ કોંગ્રેસમાં ખુશ છે? આ સવાલનો જવાબ આપતા હાર્દિક પટેલે કહ્યું કે, જો મોટો પરિવાર હોય ત્યા નોંકઝોંક થતી હોય છે. પરિવારનો ભાગ હોય તો મનદુખ ભૂલી પરિવારને ટકાવી રાખવા અને તેને વિશાળ બનાવવા પ્રયાસો કરીએ છીએ. આ પાર્ટી સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના સમયની પાર્ટી છે. મને પાર્ટીમાં સૌથી નાની ઉંમરનો કાર્યકારી પ્રમુખ બનાવાયો છે. તેથી નાનો મોટો વિવાદ હશે તો પણ રૂમમાં બેસીને ત્યાં જ પૂરો કરીશું.
1 વર્ષમાં તમે શું કર્યું?
તમારી મોટી ભૂમિકા કોંગ્રેસમાં નથી જોવા મળી અને પદ મળ્યા પછી 1 વર્ષમાં તમે શું કર્યું તે વિશે તેમણે કહ્યું કે, મને એક વર્ષનો સમય થયો હતો. સમય વિપરિત હતો, કોરોના મહામારી હતી. અત્યાર સુધી મારો ઉપયોગ નહિ થયો હોય તો હવે કરીશું.
2 વર્ષથી પાર્ટીનુ માળખુ કેમ નથી બન્યું?
આ સવાલના જવાબ પર તેમણે કહ્યું કે, બહુ જૂની પાર્ટીમાં સિસ્ટમથી કામ થતું હોય છે. અત્યારે ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓ વગરની નથી. બહુ જ જલ્દી માળખુ પણ તૈયાર થઈ જશે. ગુજરાત સત્તામાં નથી તો વિચારીને પગલા ભરતા હોય છે. જે લોકો સત્તામાં ત્યાં રાજ્યોમાં બે મહિનામાં બે મુખ્યમંત્રી બદલાતા રહે છે. હાલ જ આપણે ઉત્તરાખંડમાં જ જોયું. અમે હારી જઈએ છીએ તો ઘરે બેસી નથી રહેતા, સતત પ્રયાસો કરતા રહીએ છીએ. વિપક્ષ ત્યારે જ મજબૂત બને જ્યારે જનતાનો સહયોગ મળે. લોકોએ પણ સત્તા વિરોધી બોલવા તૈયારી બતાવવી જોઈએ. પાર્ટી નબળી નથી, થોડી ઘણી ખામી જરૂર હોઈ શકે છે.
ગુજરાતમાં આપ આવી ગયું...
ગુજરાતમાં આપની એન્ટ્રી પર કોંગ્રેસમા હાંસિયામાં ધકેલાઈ છે તે વિશે હાર્દિકે પટેલે કહ્યું કે, ગુજરાતમાં માત્ર બે જ પાર્ટી છે. 2022 માં અમે ફરી સત્તા પર આવીશું. કોઈ પણ લોકતંત્રમાં નવી પાર્ટીને કોઈ પણ રાજ્યમાં જઈને ચૂટણી લડવાનો અધિકાર છે. 6-8 મહિના રહેશે પછી તેમને આપોઆપ ખબર પડી જશે. તેઓ જ્યારે હારી જશે, ત્યારે અમારી પાસે આવજો, સાથે મળીને લડીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે