Coronavirus Data India: ગત 24 કલાકમાં 43,071 નવા કોરોનાના કેસ, 955 ના મોત

ભારતમાં કોરોનાની બીજી લહેર અટકવા છતાં સંકટ હજુ ટળ્યું નથી. ગત 24 કલાકમાં નવા કોરોનાના દર્દીઓ જે ઓછા થયા છે પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે.

Coronavirus Data India: ગત 24 કલાકમાં 43,071 નવા કોરોનાના કેસ, 955 ના મોત

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર અટકવા છતાં સંકટ હજુ ટળ્યું નથી. ગત 24 કલાકમાં નવા કોરોનાના દર્દીઓ જે ઓછા થયા છે પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે. તમને જણાવી દઇએ કે 27 જૂનથી સતત 50 હજારથી પણ ઓછા કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. તો બીજી દેશના લેટેસ્ટ કોરોના બુલેટિનની વાત કરીએ તો કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર ગત 24 કલાક 43,071 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે અને 955 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 

દેશનું કોરોના બુલેટીન
સરકારી આંકડા અનુસાર દેશમાં સતત 52મા દિવસે કોરોના સંક્રમણના નવા કેસ કરતાં રિકવરી રેટ વધી રહ્યો છે. ગત 24 કલાકમાં રિકવરીના આંકડા 52,299 રહ્યો. તમને જણાવી દઇએ કે ભારતમાં 3 જુલાઇ સુધી દેશભરમાં 35 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 41 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. શનિવારે 44,111 નવા કોરોના કેસ આવ્યા અને 738 સંક્રમિતોના મોત થયા હતા આ પ્રકારે 57,477 લોકો કોરોનાથી સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. 

કુલ કેસ :            3,05,45,433
કુલ સાજા :            2,96,58,078
એક્ટિવ કેસ :          4,85,350
કુલ મોત :            4,02,005
કુલ વેક્સિનેશન:        35,12,21,306

રિકવરી રેટ 97% થી વધુ 
દેશમાં મોતના 955 નવા કેસ મળ્યા બાદ દેશના કોરોના ડેથ ટોલ હવે 4,02,005 થઇ ગયો છે. Covid-19 થી સાજા થનાર રાષ્ટ્રીય દર 97.06% છે. દેશમાં કોરોનાથી મૃત્યું દર 1.31 ટકા છે. એક્ટિવ કેસ 2 ટકાથી ઓછો છે. એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત ત્રીજા ક્રમે છે. કુલ સંક્રમિતોની સ6ખ્યાના કેસમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાજીલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે.  

નીતિ આયોગના સભ્યનું નિવેદન
તો બીજી તરફ નીતિ આયોગના સભ્ય વી. કે પોલે કહ્યું કે 'અત્યારે પણ આપણે બીજી લહેર સામે ઝઝૂમી રહ્યા છીએ. કોરોનાની બીજી લહેર હજુ પુરી થઇ નથી. ત્રીજી લહેર આવે કે ન આવે તે આપણા હાથમાં છે. જો આપણે અનુશાસનમાં છીએ, અટલ નિશ્વય રાખીશું તો આ ત્રીજી લહેર નહી આવે. તેમણે આગળ કહ્યું કે ચેન ઓફ ટ્રાંસમિશન રોકવું જરૂરી છે. વાયરસ સામે લડાઇ હજુ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news