હાર્દિક પટેલે કોને મત આપ્યો? જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી...

હાર્દિક પટેલે કોને મત આપ્યો? જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી...
  • અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું. તો સાથે જ વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે તેવુ પણ કહ્યું
  • હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી

ગૌરવ પટેલ/વિરમગામ :આજે જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી (Local Body Polls) માટે મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલ (Hardik Patel) પોતાની જ પાર્ટીને વોટ આપી શક્યા નથી. હાર્દિક પટેલ પોતાના પક્ષથી નારાજ છે તે વાત તો સામાન્ય છે, પરંતુ તેઓ પોતાના પક્ષના ઉમેદવારને વોટ આપી શક્યા નથી. જોકે, તેનુ કારણ સાવ અલગ છે. કારણ કે, હાર્દિક પટેલે પોતાના હોમટાઉન વિરમગામ (viramgam) માં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. 

અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ (gujarat congress) ને મત ના આપી શક્યા. હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. અહીં કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા.  

આ પણ વાંચો : રાણો રાણાની રીતે... એવુ ફેસબુક પર લખનાર ભાવનગરના યુવકને બે શખ્સોએ રહેંસી નાંખ્યો

અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું. તો સાથે જ વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે તેવુ પણ તેમણે કહ્યું. હાર્દિક પટેલે જણાવ્યું કે, સૌ લોકો પોતાના મતનો ઉપયોગ કરે. દિવસેને દિવસે મતદાન ઘટી રહ્યું છે. તેથી લોકો જાગૃતિ લાવે. સમયસર વોટ આપીને ગુજરાતીઓની વિનંતી છે કે, તેઓ લોકશાહીને મજબૂત કરે. વિરમગામાં સ્વભાવિક રીતે અપક્ષ ઉમેદવાર લડતા હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે પણ ઉમેદવાર છે, તે કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ વિરમગામ માટે લડશે. વિરમગામ માત્ર ગામ નથી, પણ ઐતિહાસિક સ્થળ છે. અહી અનેક એવા સ્થળો આવે છે. તમામ મુદ્દાઓને લઈને સારુ કામ કરીશું. ભાજપ કરતા સારું કામ કરીને જનતાને ગમે તેવા ઉમેદવારો પસંદ કરીશું. વિરગામમાં કોંગ્રેસ હંમેશા અપક્ષ ઉમેદવારોને ટેકો આપતું હોય છે.  

વિરમગામમાં ભાજપના એજન્ટનો વિવાદ 
અમદાવાદમાં વિરમગામ નપાની ચૂંટણીમાં ઈવીએમ ખરાબ થયું. વોર્ડ નંબર 4 ની ઉર્દૂ શાળામાં ઈવીએમ ખરાબ થયું. અહીં 9 વોર્ડની 36 બેઠકો માટે જંગ ચાલી રહી છે. અમદાવાદ વિરમગામના વસવેલીયા ગામમાં મતદાન સમયે વિવાદ થયો. ભાજપનો ચૂંટણી એજન્ટ બૂથમાં પાર્ટી સિમ્બોલ સાથે પહોંચતા વિવાદ થયો. ચૂંટણી અધિકારીની હાજરીમાં ભાજપ બૂથ એજન્ટ ચિન્હ સાથે હાજર દેખાતા વિવાદ થયો. ચૂંટણી અધિકારીઓ ભાજપના એજન્ટ સામે મૂક પ્રેક્ષક બની રહ્યાં. ત્યારે કોંગ્રેસના કાર્યકરે વાંધો ઉઠાવી કાર્યવાહી કરવાની માંગ કરી.

તો સવારે અમદાવાદ વોર્ડ નંબર ૪ ઉર્દૂ શાળામાં ઇવીએમ ખોટકાયું હતું. વિરમગામ નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 બેઠકો માટે ખરાખરીનો જંગ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news