ગુજરાત કોંગ્રેસનું માળખુ વિખેરાયુ: જુથવાદ અને અસંતોષનું ભુત ફરી ધુણશે?

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જાહેર થનારા 6 વિધાનસભાની પેટા ચુંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ગુજરાત કોંગ્રેસનું માળખુ વિખેરાયુ: જુથવાદ અને અસંતોષનું ભુત ફરી ધુણશે?

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જાહેર થનારા 6 વિધાનસભાની પેટા ચુંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ચાવડાએ કહ્યુ કે પ્રજા સરકારની નિષ્ફળતાનો જવાબ મત સ્વરૂપે આપશે. બાયડ અને રાધનપુર બેઠક અંગે ચાવડાએ ઉમેર્યુ કે બંને બેઠકો પર કાંગ્રેસના કાર્યકરોએ ધારસભ્ય ચુંટ્યા હતાં. જો કે હવે પ્રજા સાથે દ્રોહ થયો છે તેના જવાબ આજે પરિણામમાં મળશે. પ્રજા બધુ જ જુએ છે અને સમજે છે પરંતુ હવે પ્રજા સમજદાર થઇ ચુકી છે તેઓ હવે બોલીને નહી પરંતુ બેલેટથી જવાબ આપે છે. 

જો કે બીજી તરફ દિલ્હીથી ગુજરાત કોંગ્રેસ અંગે મહત્વનો નિર્ણય આવ્યો છે. વચગાળાનાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સમગ્ર ગુજરાતનું કોંગ્રેસનું માળખુ વિખેરી નાખ્યું છે. અમિત ચાવડા પ્રમુખ પદે યથાવત્ત રહેશે બાકી તમામ પદાધિકારીઓને તેમના પદ પરથી હટાવી દીધા છે. વિપક્ષનાં નેતા તરીકે પરેશ ધાનાણીને જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસનું જે વિશાળ માળખું હતું તે વિખેરી નાખવામાં આવ્યું છે. વિશાળ માળખાને બદલે નાનુ માળખું બનાવવામાં આવશે અને પદાધિકારીઓને મહત્વની જવાબદારીઓ અપાશે. 

ઉત્તરપ્રદેશ પેટર્ન પ્રમાણે નવું માળખું બનવવામાં આવશે અને તેનું કદ ખુબ જ નાનુ હશે. ઉપરાંત દરેક બાબતે જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે. ટુંક સમયમાં દિલ્હીથી સમગ્ર માળખુ જાહેર કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ મોકલેલ દરખાસ્તને AICC દ્વારા મંજુર રાખવામાં આવી છે. ખુબ જ ઓછા વ્યક્તિ ને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. જો કે પહેલાથી જ અસંતોષનો સામનો કરી રહેલ કોંગ્રેસમાં માળખુ નાનુ થવાના કારણે અસંતોષ વધશે. તેને કઇ રીતે કાબુ કરવો તે અમિત ચાવડા અને પરેશ ધાનાણી માટે મોટી સમસ્યા થશે. આ ઉપરાંત માળખુ નાનુ થયા બાદ જુથવાદ પણ વકરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news