લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની 13 બેઠકો પર જાહેર થશે કોંગ્રેસના ઉમેદવાર
લોકસભાની ચંટણી માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતની 13 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે મળતી માહિતી મુજબ કોંગ્રેસ 2 એપ્રિલે અન્ય 13 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. મહત્વનું છે, કે સોમવારે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાનો હોવાથી આ બેઠકમાં ઉમેદવારોના અંતિમ મહોર મારવા અંગેનો મહત્વનો નિર્ણય થઇ શકે છે.
Trending Photos
અમદાવાદ: લોકસભાની ચંટણી માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતની 13 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે મળતી માહિતી મુજબ કોંગ્રેસ 2 એપ્રિલે અન્ય 13 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. મહત્વનું છે, કે સોમવારે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાનો હોવાથી આ બેઠકમાં ઉમેદવારોના અંતિમ મહોર મારવા અંગેનો મહત્વનો નિર્ણય થઇ શકે છે.
ગુજરાતની 13 લોકસભાની બેઠક પૈકી 4 ઉમેદવારો છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓમાં અનેક વાર ચૂંટણીના પહેલા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો બાદ આંતરિક અસંતોષ બહાર આવે છે. જેથી ખૂબ જ જાળવીને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
મહત્વનું છે, કે અગાઉ 13 ઉમેદવારો જાહેર થયા હતા તે પણ 3 તબક્કામાં જાહેર કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પૂંજા વંશના નામનો પણ વિરોધ થઈ રહ્યો છે. બાકીની 13 બેઠકોમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, જામનગર, ભાવનગર સહિતની બેઠકો માટે કોંગ્રેસે પેનલ તૈયાર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે