ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ! કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપ સરકારની તિરંગા યાત્રા, જાણો શું છે એજન્ડા
Yatra Politics in Gujarat: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ્થાને લહેરાવ્યો તિરંગો. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદમાં નીકળશે તિરંગા યાત્રા. તિરંગા યાત્રાને લઈને ગુજરાતમાં 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે. કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપની તિરંગા યાત્રા. ગુજરાતમાં યાત્રાના નામે રાજનીતિ શરૂ...
Trending Photos
- ગુજરાત રાજ્યમાં શરૂ થઈ ગયું છે યાત્રા પોલિટિક્સ
- મોરબી, રોજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા
- રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભાજપની તિરંગા યાત્રા
- ગુજરાતમાં 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે
Yatra Politics in Gujarat: વર્ષ 2017 વિધાનસભામાં ગુજરાતના જે વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ સારી હતી તે વિસ્તારોમાં વર્ષ 2022માં સ્થિતિ વણસી ગઈ. હાલત એવી થઈ કે ભાજપની સુનામીમાં કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા. જોકે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતની 26 પૈકી બનાસકાંઠા રૂપ એક બેઠક જીતીને પણ ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહી. ત્યાર બાદ હવે કોંગ્રેસ ગુજરાતમાં ફરી પ્રાણ ફૂંકવા માંગે છે. તેથી ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરીને મોરબી, રોજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા યોજવાની તૈયારી કરી દેવાઈ છે. કોંગ્રેસના પ્રદેશના મોવડી મંડળે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ યાત્રામાં જોડાવા માટે ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે.
બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રાથી ભાજપ સરકાર પણ ચિંતિત છે. ત્યારે ક્યાંય કાચુ ના કપાય અને કોંગ્રેસ બાજીના મારી જાય તે આશયથી ભાજપ સરકાર પર તિરંગા યાત્રા કાઢી રહી છે. જેને સફળ બનાવવાનો મોરચો ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપાડ્યો છે. ભાજપ સરકાર પણ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા કાઢીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. જે અંતર્ગત આજથી ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસે તિરંગા લહેરાવીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો... આ અભિયાન અંતર્ગત ભાજપ સરકાર ગુજરાતમાં 40થી 50 લાખ ઘરોમાં તિરંગાનું વિતરણ કરશે...લોકોમાં દેશભક્તિની ભાવના જગાવવાની વાત કરીને ભાજપ પણ આગામી ચૂંટણીઓ માટે પોતાની રાજકીય પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યું છે અને એક પ્રકારે ડોર ટૂ ડોર કેમ્પેઈન કરી રહ્યું છે.
કયા-કયા કાર્યક્રમો યોજાશે?
મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ગાંધીનગર ખાતે નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવી અભિયાનમાં સહભાગી થયા. વડાપ્રધાનની પ્રેરણાથી દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાશે. ગુજરાત રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંદાજે ૪૦ થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ થશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સ જેવા બહુવિધ કાર્યક્રમ યોજાશે. આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.
ભાજપના વિકાસના દાવા પોકળ હોવાનો કોંગ્રેસનો આક્ષેપઃ
કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છેકે, ભાજપના વિકાસના તમામ દાવાઓ પોકળ છે. ભાજપે માત્ર ગણ્યા ગાંઠ્યા મૂડીવાદીઓને જ લાભ કરાવ્યો છે અને છેવાડોનો માનવી વિકાસથી વંચિત છે, મધ્યમ વર્ગ પણ ભાજપના રાજમાં પિસાઈ રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે.
કોંગ્રેસને ન્યાય નહીં પ્રાશ્ચિત યાત્રા નિકાળવી જોઈએ: ઋષિકેશ પટેલ, ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી
કોંગ્રેસની ન્યાય યાત્રા અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, કોંગ્રેસ ના શાસન મા અન્યાય સિવાય જનતા ને કઈ મળ્યું નહોતું. ભાજપની સરકાર દરેક દિશામાં પ્રગતિ કરી રહી છે. ગુજરાતમાં દરેક સેક્ટરના આગળ વધી રહ્યું છે. કોંગ્રેસએ જે જનતા સામે અન્યાય કર્યો તે બદલ તેને પ્રાશ્ચિત યાત્રા નિકાળવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે