હરિયાણાની પ્રખ્યાત ગાયીકા સપના ચૌધરી વિરુદ્ધ સુરતમાં નોંધાઇ ફરિયાદ

સપના ચૌધરીએ શો બુક કર્યા બાદ અચાનક રદ્દ કરતા આયોજકોને ભારે નુકસન વેઠવાનો વારો આવ્યો હતો

હરિયાણાની પ્રખ્યાત ગાયીકા સપના ચૌધરી વિરુદ્ધ સુરતમાં નોંધાઇ ફરિયાદ

તેજસ મોદી/ સુરત : પ્રખ્યાત હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી સામે છેતરપિંડીનો આરોપ મૂકી સુરત પોલીસમાં એક અરજી કરવામાં આવી છે. ફરિયાદીએ સપના સહિત છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવા અરજી કરી છે, જેમાં સપના ચૌધરી અને તેના અંગત મદદનીશ અને અન્ય  અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. ફરિયાદીનો આરોપ છે કે સપના ચૌધરીએ બુકિંગ કર્યા પછી શો રદ કર્યો હતો, જેના કારણે આયોજકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.

ગત 29 સપ્ટેમ્બરના રોજ તેણે જાણીતી હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરીના લાઈવ શોનું સુરતના સરસાણા ડોમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર રાજેશ ચિરંજીલાલ જૈન દ્વારા સુરત પોલીસ કમિશનરને એક અરજી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને યુ-ટ્યુબ દ્વારા સપના ચૌધરીનો સંપર્ક નંબર મળ્યો અને તેના પરના શો વિશે વાત કરી. જે વ્યક્તિ સાથે ફોન પર વાત થઈ હતી તેનું નામ પવન ચાવલા હતું, તેણે પોતાની ઓળખ સપના ચૌધરીના અંગત મદદનીશ તરીકે આપી હતી. આ શોની ઇવેન્ટ માટે 6.50 લાખ રૂપિયામાં 29 સપ્ટેમ્બરે બંને વચ્ચે સોદો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ શોમાં સપના સિવાય ગાયકો મોહમદ ડાનીશ  પણ સામેલ થવાના હતાં. પવન ચાવલાના કહેવા પર રાજેશ જૈને એડવાન્સ આપીને શો બુક કરાવ્યો હતો અને પેમેન્ટની શરતો હેઠળ ચૂકવણી કરવાની હતી.

રાજેશ જૈને શો માટે સરસાણાના એસી ડોમ, મ્યુઝિક સિસ્ટમ, કલાકારોને રહેવા માટે હોટલ બુક કરાવી હતી. ત્યાંજ કાર્યક્રમ માટે ટીકીટ છપાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી. દરમિયાન, 11 સપ્ટેમ્બરે પવન ચાવલાનો રાજેશ જૈન પર ફોન આવ્યો હતો કે નોઇડાની એક પાર્ટીએ 29 સપ્ટેમ્બરના રોજ સપના ચૌધરીનો શો 10 લાખ રૂપિયામાં બુક કરાવ્યો છે, તેથી અમે સુરતમાં શો રદ કરી રહ્યા છીએ. સપના ચૌધરીનો શો રદ થવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના આક્ષેપ સાથે હવે રાજેશ જૈને પોલીસનો સંપર્ક સાધ્યો છે અને સપના ચૌધરી, અંગત મદદનીશ પવન ચાવલા, સિંગર મોહદ દાનીશ  સહિત  વ્યક્તિઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news