દેશમાં 'રેરેસ્ટ ઓફ ધ રેર' સર્જરી! ડોકટર દેવદૂત બનીને આવ્યા..અને સગીરા 15 વર્ષે થઈ પીડા મુક્ત
બનાસકાંઠાના નાના ગામડામાં જન્મેલી ગરીબ ખેડૂત પરિવારની દીકરીને નાનપણ થીજ દોરસોલંબર કાયફોસિસ થયો હતો. મણકામાં ટી.બી નું ઇન્ફેક્શન અથવા જન્મજાત આ પ્રકારની ખૂંધ હતી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાંથી એક ખેડૂત પુત્રીની અમદાવાદમાં જટિલ સર્જરી કરી તબીબોએ નવું જીવન આપ્યું છે. બનાસકાંઠાના નાના ગામડામાં જન્મેલી ગરીબ ખેડૂત પરિવારની દીકરીને નાનપણ થીજ દોરસોલંબર કાયફોસિસ થયો હતો. મણકામાં ટી.બી નું ઇન્ફેક્શન અથવા જન્મજાત આ પ્રકારની ખૂંધ હતી. જેના કારણે ધીરે ધીરે ખૂંધ બહાર નીકળવા લાગી હતી જેના કારણે તેનું જીવન વ્યર્થ બન્યું છે.
જીજ્ઞા બે વર્ષની હતી ત્યારથી ખૂંધ હતી જે ધીરે ધીરે ઉંમર ની સાથે વધતી ગઈ જેથી તેની તકલીફોમાં વધારો થતો ગયો.જેના કારણે જિજ્ઞાંને ટટ્ટાર ચાલવામાં,સીધા સુવામાં તકલીફો થવા લાગી જેના કારણે જિજ્ઞાની તકલીફોમાં દિવસે ને દિવસે વધારો થવા લાગ્યો અને તેના માતા પિતા પણ ચિંતામાં મુકાયા હતા.જેને લઇ માતા પિતા દ્વારા દીકરીની યોગ્ય સારવાર કરવાનું નક્કી કર્યું.
માસિક 7 હજાર કમાતા પિતાએ દીકરીની તકલીફો દૂર કરવા જિજ્ઞાને તબીબો પાસે લઈ જવાનું નક્કી કર્યું.પહેલા તેવો બનાસકાંઠાની ખાનગી હોસ્પિટલોમાં લઇ ગયા જ્યાં તેમને ધાનેરા,પાલનપુર અને ડીસાની હોસ્પિટલોમાં બતાવ્યું પરંતુ તેમને ત્યાં યોગ્ય પરિણામ ન મળતા તેવો દીકરીને લઈ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા, જ્યાં પણ તેઓને સંતોષ કારક સારવાર ન મળતા અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પુર્વ સુપરિટેન્ડેન્ટ અને ગુજરાતના જાણીતા સ્પાઈન સર્જન ડો.જે.વી.મોદી પાસે પહોચ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક તપાસ કરતા કરોડરજ્જુની “દોરસોલંબર કાયફોસિસ” નામની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું.
પીઠના ભાગે 90 ડિગ્રી અંશે ખુંધ થઈ જતાં તેના કરોડરજ્જુ પર દબાણ સર્જાતું હતું. જેને લઇ ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમે સગીરાની સફળ સર્જરી કરી પીડા મુક્ત કરી હતી.મહત્વનું છે કે આ પ્રકારની દોરસોલંબર કાઇપોસિસ બીમારી જન્મજાત અથવા તો નાની વયે મણકામાં ટી.બીના કારણે મણકાનું ઇન્ફેક્શન થયું હોય છે જેના કારણે મણકાપર ગંભીર પ્રકારે ઉજાઓ પહિચતી હોય છે જેના કારણે ખૂંધ બહાર આવતી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે