Rotliya Hanuman Temple: હનુમાનદાદાનું અનોખું મંદિર, જ્યાં પ્રસાદરૂપે ચડે છે રોટલા- રોટલી

પાટણ શહેરમાં જગતનું પ્રથમ એવું અનોખું હનુમાનજી મંદિર આવેલું છે, જ્યાં પ્રસાદમાં રોટલી, રોટલા જ ચડાવવામાં આવે છે. તો અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે. તે નિમિત્તે રોટલીયા ધામ ખાતે તા. 22 સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યુ છે.

Rotliya Hanuman Temple: હનુમાનદાદાનું અનોખું મંદિર, જ્યાં પ્રસાદરૂપે ચડે છે રોટલા- રોટલી

પ્રેમલ ત્રિવેદી/પાટણ: અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવને લઇ પાટણ શહેરમાં આવેલ વિવિધ મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થવા પામી છૅ, ત્યારે પાટણ ખાતે આવેલ શ્રી રોટલીયા હનુમાન મંદિર પરિસર ખાતે અખંડ રામધૂનનો પ્રારંભ થવા પામ્યો છૅ. જેમાં દિવસ રાત ભકતો રામ નામમાં લિન બન્યા છૅ.

પાટણ શહેરમાં જગતનું પ્રથમ એવું અનોખું હનુમાનજી મંદિર આવેલું છે, જ્યાં પ્રસાદમાં રોટલી, રોટલા જ ચડાવવામાં આવે છે. તો અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે. તે નિમિત્તે રોટલીયા ધામ ખાતે તા. 22 સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રામધૂન દરમ્યાન રોજે રોજ વિવિધ સંતો અને મહંતો સાથે ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર રહી રામ ધૂનમાં લિન બનવા પામ્યા છૅ. 

અખંડ રામ ધૂનમાં રોજની અલગ અલગ પાલી પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છૅ અને રોજ દિવસ-રાત મળી કુલ 7 થી 8 લાખ જાપ રામ ભગવાનના કરવામાં આવે છૅ. સાથે જ વિવિધ સોસાયટીની મહિલાઓ, મહિલા મંડળો, મોટી સંખ્યામાં આ અખંડ રામ ધૂનમાં જોડાય છૅ અને ભક્તિમાં લિન બને છૅ. 

સૌ કોઈ અયોધ્યા તો જઈ શકવાના નથી ત્યારે આ રોટલીયા હનુમાન ખાતે જે રામ નામની અખંડ ધૂન શરૂ કરવામાં આવી છૅ તેમાં સૌ ભક્તો જોડાઈ પ્રભુનું નામ લઇ રહ્યા છૅ. તો આ ભક્તિમય માહોલ વચ્ચે રામ નામ સાથે આહુતિનું આયોજન પણ મંદિર પરિસર ખાતે કરવામાં આવ્યું છૅ. જેમાં સૌ કોઈ રામ નામ સાથે આહુતિ અર્પણ કરી રહ્યા છૅ. આ આયોજનમાં મોટી એ વાત છૅ કે જીવદયાની કામગીરી પણ અહીંયા થઇ રહી છૅ. રોટલીયા હનુમાનજીને પ્રસાદ રૂપી રોટલા, રોટલી ભક્તો ચઢાવી રહ્યા છૅ. જેનો ઉપયોગ મુંગા પશુઓની સેવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છૅ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news