ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે

રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે. 

ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે. 

સુરતના રત્ન કલાકારોને વતન મોકલવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર જવા અંગે તેમણે જણાવ્યું કે, ગઈકાલે સુરતમાં રત્નકલાકારો જે મોટાભાગે સૌરાષ્ટ્રના છે તેમને પણ પોતાના વતનમાં જવા દેવાની લાગણી હતી. જેમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કિશોરભાઈ કાલાણીના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બોટાદ, અમરેલી, ભાવનગર અને રસ્તામાં આવતા બીજા વિસ્તારોનું સંકલન કરીને રત્નકલાકારોને પોતાના વતનમાં મોકલશે. પરંતુ એક કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી બીજા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જવાની પરવાનગી નહિ આપવામાં આવે. જવા માટે સુરતના રત્ન કલાકારોએ કલેક્ટર કચેરીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આજે સાંજ સુધીમાં રજિસ્ટ્રેશન ચાલુ કરી દેવામાં આવશે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. એ માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ સાંજ સુધીમાં તૈયાર થશે. આ માટે બસમાં કે ખાનગી વાહનમાં કે પોતાની રીતે જવા દેવામાં આવશે. આ માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. સુરતથી જે લોકો જવા માગતા હશે તે તમામનું સ્કેનિંગ કરીને મંજૂરી આપવામાં આવશે. તેમના આરોગ્યની ચકાસણી કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે. જે લોકોમાં લક્ષણો હશે તે લોકોને બાજુમાં સારવાર માટે લઇને જવા દેવામાં આવશે, જેઓ લક્ષણ નહીં હોય તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. ૧૪ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરાશે. પરંતુ એકવાર ગયા પછી તેઓએ 45 દિવસ સુધી એક જ જગ્યાએ રહેવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news