મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રીતે કરશે નવા વર્ષની શરૂઆત
પંચદેવ મંદિર અને ભદ્રકાળી માતાના દર્શન પૂજનથી તેઓ નવા વર્ષની શરૂઆત કરશે. જોકે, આ પરંપરા તેમણે આ વર્ષે પણ જાળવી રાખી છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની છબી ધરાવે છે. તેઓ તહેવારોની ઉજવણીમાં પણ ઉત્સાહી હોય છે. હાલમાં જ તેઓએ રાજકોટમાં પોતાની દુકાનમાં ચોપડા પૂજન કર્યું હતુ. હવે તેઓ નવા વર્ષની ઉજવણી પણ કરશે. હવે તેમના નવા વર્ષના ઉજવણીનું પણ પ્લાનિંગ થઈ ગયું છે.
નવા વર્ષનું મુખ્યમંત્રીનું શિડ્યુલ
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સોમવારે 16 નવેમ્બરે વિક્રમ સંવત 2077 ની ઉજવણીમાં વ્યસ્ત રહેશે. તેઓ સવારે 8 વાગ્યે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં પૂજન અર્ચનથી કરશે. ત્યાર બાદ સવારે 9 કલાકે અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શન પૂજન માટે પણ જશે. જેના બાદ પરંપરાગત રીતે પ્રતિ વર્ષ નૂતન વર્ષ દિનનો પ્રારંભ કરશે. પંચદેવ મંદિર અને ભદ્રકાળી માતાના દર્શન પૂજનથી તેઓ નવા વર્ષની શરૂઆત કરશે. જોકે, આ પરંપરા તેમણે આ વર્ષે પણ જાળવી રાખી છે.
આ પણ વાંચો : ઈપેક્સ રેઝન ફર્નિચરની દુનિયામાં હાર્દિક શાહે ડંકો વગાડ્યો, બોલિવુડથી મળ્યા ઢગલાબંધ ઓર્ડર
આ પહેલા દિવાળીના દિવસે તેઓ રાજકોટમાં હતા. તેઓ બે દિવસ પોતાના વતન રાજકોટમાં રહ્યા હતા. તેમણે રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડીયા કુવા રોડ પર આવેલ પોતાની દુકાને ચોપડા પૂજન કર્યું હતું. તેમણે સાંજના સમયે પરંપરાગત રીતે ચોપડા પૂજન કર્યું હતું. ગરેડીયા કુવા રોડ પર તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે