CM રૂપાણીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે
સીએમ ડેશ બોર્ડને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે સીએમ ડેશ બોર્ડના એક વર્ષના સફરનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ સીએમ ડેશ બોર્ડનું 2.0નું નવું વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ આજે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: સીએમ હાઉસ બનાવવામાં આવેલા સીએમ ડેશ બોર્ડને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે સીએમ ડેશ બોર્ડના એક વર્ષના સફરનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ સીએમ ડેશ બોર્ડનું 2.0નું નવું વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ આજે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
સીએમ રૂપાણીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના અલગ અલગ નેતાઓના નિવેદનોથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે તેઓમાં હતાશા અને નિરાશો જોવા મળી રહી છે. પ્રિયંકા ગાંધીએ જે રીતે ઉત્તર પ્રદેશમાં નિવેદનો કર્યા છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરેન્સમાં જે રીતે વાત કરી છે. તેમના નેતાઓ બોલવા લાગ્યા છે. તેઓને હાર સ્પષ્ટ દેખાઇ ગઇ છે. એટલે જ હવે આ બધા બફાટો શરૂ કરી દીધા છે. ઇલેક્શન પંચ, ઇલેક્શન કમિશન પણ તેમને ખુંચી રહ્યું છે. ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ઇવીએમ બરોબર હતા. તો હવે ઇમીએમને લઇને સવાલો કરી રહ્યાં છે. આ બધુ લોકો જાણે જ છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા સીએમએ જમાવ્યું હતું કે, એક જુઠ સો જુઠ બોલાવે છે. તેમ કોંગ્રેસ આખી ચૂંટણીમાં એક પછી એક જુઠાણું ચલાવી રહી છે. રાહલુ ગાંધીએ ત્રણ વખત માફી માગવી પડી છે. ત્રણેય વખત તેણે જુઠ સ્વીકાર્યું છે. જે લોકો એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગતા હતા તેઓ હવે એવું કહેવા લાગ્યા છે કે આવું તો અમે છ વખત કર્યું છે. તેનો અર્થ એવો થયા છે કે, લોકોનો મૂડ, લોકોનો જૂસ્સો અને દેશ ભક્તિ જોઇને તમે યૂ-ટર્ન લઇ લીધો. તમે પહેલા પુરાવા માગતા હતા અને હવે સ્વીકારો છો કે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક થઇ છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી હવે સાપોલીયા રમાડવા માડ્યા છે. તેનો અર્થ એવો થયા છે કે હવે કાઇ વધ્યું નથી. બંને ભાઇ બહેન મજાક બની ગયા છે. સોશિયલ મીડિયા પર રાહુલ અને પ્રિયંકા ગાંધીની મજાક થઇ રહી છે. તે જોઇને અમને દયા આવી રહી છે કે, મહાત્મા ગાંધીની કોંગ્રેસ સરકારની આ હાલત કરી નાખી છે. કોંગ્રેસને ઓછામાં ઓછી સીટો મળવાની છે. ત્યારે હવે તેમની પાસે હતાશા અને નિરાશા સિવાય કાંઇ વધ્યુ નથી. દેશની જનતા મજબૂત સરકાર માગે છે અને મજબૂત સરકાર નરેન્દ્રભાઇ મોદી જ આપી શકે છે.
વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પર પ્રહાર કરતા સીએમ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જનતા કોંગ્રેસની સરકારથી ખુબજ નારાજ છે. ચાર મહિના પહેલા તેમણે આપેલા એક પણ વચનો પૂર્ણ કર્યા નથી. યુવાનોને બેકારી ભથ્થુ આપ્યું નથી. કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં નવી સ્કીમો કાઢી રહી છે. નોકરી જોઇતી હોય તો યુવાનો ઢોલી બને. પશુ કેમ ચરાવવા અને તેમાથી કેવી રીતે રોજી રોટી મળે તેવી સ્કીમો બહાર કાઢી રહી છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર આંકડા આપે કે, ટોટલ કેટલા ખેડૂત છે, કેટલાનું દેવું માફ થયું, કેટલા કરોડ દેવાના હતા અને કેટલા કરોડનું દેવું માફ કર્યું છે. કોંગ્રેસે સંપૂર્ણ વિશ્વાસઘાત કર્યો છે. જેને લઇને પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. જેનો બદલો આ ત્રણેય રાજ્યોમાં જનતા જબડા તોડ જવાબ આપી કોંગ્રેસનો સફાયો બોલાવશે અને તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટી આવશે.
શંકરસિંહ બાપુ પર પણ આકરા પ્રહાર કરતા સીએમ રૂપાણી જણાવ્યું હતું કે, શંકરસિંહ બાપુ પોતાના અસ્તિત્વ માટે વલખાં મારી રહ્યાં છે. તેમના નિવેદનોનું કોઇ નોંધ લેતું નથી. વિવાસ્પદ નિવેદનો આપી મીડિયામાં ચમકતુ રહેવું તે જ હવે બાપુને આશરો લાગે છે. તો બીજી બાજુ મોરવાહડફ બેઠકને લઇને સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મોરવાહડફના ધારાસભ્ય સામે કરેલી કાર્યવાહી સંપૂર્ણ કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવ્યા છે. તેમાં કોઇ રાજકીય વાત નથી. રાજકારણ તો હવે શરૂ થશે. કોંગ્રેસને હું ચેલેન્જ આપુ છું કે, મોરવાહડફની બેઠક જીતીને બતાવે.
જુઓ Live TV:-
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓછા વરસાદને કારણે ઉભી થયેલી પાણીની મુશ્કેલીમાં પાણને પારસમણી સમજીને વાપરવા જનતાને અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે