ગુજરાતમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન વિશે CM રૂપાણીનું મોટું નિવેદન
Trending Photos
- કરફ્યૂ બાદ જે રીતે વાતાવરણમાં અફવા ફેલાઈ હતી, તેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સોશિલ મીડિયાથી લઈને તમામ પ્લેટફોર્મ પર અફવા ફેલાઈ હતી. રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની વાત આફવા હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં આજથી કરફ્યૂ નંખાયો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી અમદાવાદ સંપૂર્ણ (curfew ahmedabad) બંધ રહેશે. તો સાથે જ શનિવાર અને રવિવારે દિવસ દરમિયાન પણ કરફ્યૂ (Curfew) રહેશે તેવી જાહેરાત કરાઈ છે. આ દરમિયાન અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ત્યારે શુક્રવારની સવારથી અમદાવાદમાં લોકો પેનિક થયા છે. આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ કરફ્યૂ બાદ લોકડાઉન (lockdown) અંગે પ્રથમ નિવેદન સામે આવ્યું છે.
લોકડાઉન નહિ લાગે - રૂપાણી
કરફ્યૂ બાદ જે રીતે વાતાવરણમાં અફવા ફેલાઈ હતી, તેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સોશિલ મીડિયાથી લઈને તમામ પ્લેટફોર્મ પર અફવા ફેલાઈ હતી. રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની વાત આફવા હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે. બનાસકાંઠામાં અંબાજીમાં મુલાકાત દરમિયાન વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું કે, ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આવામાં સાવચેતીના પગલાના ભાગરૂપે કરફ્યૂનો નિર્ણય લેવાયો છે. શનિવારે અને રવિવારે રજા હોવાથી વધુ સંખ્યામાં લોકો બહાર નીકળે છે, તેથી વિકેન્ડ પર કરફ્યૂ લગાવાયો છે. સાથે તેઓએ સ્પષ્ટ કર્યું કે, ગુજરાતમાં લોકડાઉનની નહિ લાગે. પરંતુ પોલીસ કડક કાર્યવાહી કરશે. માસ્ક ન પહેરનારા તથા ભીડ કરનારા લોકો સામે કાર્યવાહીના આદેશ અપાયા છે. તકેદારીના ભાગરૂપે શનિવાર-રવિવારે કરફ્યૂ લગાવાયો છે. અફવાઓ પર લોકોએ ધ્યાન ન આપવું જોઈએ.
તો સાથે જ સ્કૂલો ક્યારે ખૂલશે તે અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, શાળા ખૂલવા અંગે હાઈપાવર કમિટીની બેઠક મળશે. તેના બાદ ગુજરાતમાં શાળા ખૂલવા અંગે વિચારણા કરશે. હાલ રાજ્યમાં કોઈ સ્કૂલો નહિ ખૂલે.
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માં અંબાના દર્શન કરી પૂજા અર્ચના કરશે. મુખ્યમંત્રી ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા દાંતા હેલિપેડ પર પહોંચ્યા હતા. જ્યાં દાંતા હેલીપેડ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અંબાજી મંદિર પહોંચી માં અંબાના ચરણોમાં શિશ ઝૂકાવી તેઓએ દર્શન અને પૂજા અર્ચના કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે