ગાંધીનગર પાલિકાની ચૂંટણી ફરી યોજવા અંગે સીએમ રૂપાણીએ આપ્યું આ નિવેદન...

ગાંધીનગર પાલિકાની ચૂંટણી ફરી યોજવા અંગે સીએમ રૂપાણીએ આપ્યું આ નિવેદન...
  • ચૂંટણી આયોજીત કરવાનું વાતાવરણ પણ નહી હોવાને પગલે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો

ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગરની મોકૂફ રખાયેલી ચૂંટણી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા હજુ યોગ્ય સમય નથી. હજી પણ રાજ્યમાં 2 હજાર જેટલા કેસો સામે આવી રહ્યા છે. આગામી સમયમાં યોગ્ય સમયે ચૂંટણી યોજવા ચૂંટણી પંચ નિર્ણય કરશે. ચૂંટણી યોજવા અંગે આ યોગ્ય સમય નથી. 

ચૂંટણીનો નિર્ણય ચૂંટણી પંચનો રહેશે - મુખ્યમંત્રી
ભાજપ પક્ષે કેન્દ્રના શાસનના 7 વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગાંધીનગર શહેર ભાજપ દ્વારા જરૂરિયાતમંદોને ફ્રૂટ અને કીટ વિતરણનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધીનગરના વાવોલ ગામમાં 25 લોકોને પ્રતીક રૂપે મુખ્યમંત્રીએ કીટનું વિતરણ કર્યું હતું. ગાઁધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગઈકાલે 2200 કેસ આવ્યા હતા. જ્યારે ગાંધીનગર પાલિકાની ચૂંટણી મોકૂફ કરાઈ હતી, ત્યારે 700 થી 1000 જેટલા કેસ હતા. જેથી હજી  વધુ સમયની આવશ્યકતા છે. પણ એ નિર્ણય ચૂટણ પંચનો છે.  

ચૂંટણી પંચે ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી 
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે ચૂંટણી પંચને ચૂંટણી મોકુફ રાખવા માટે અપીલ કરી હતી. કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી હતી. જેથી ચૂંટણી આયોજીત કરવાનું વાતાવરણ પણ નહી હોવાને પગલે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.

તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોદી સરકારના 7 વર્ષ પૂરા થયા છે. કેન્દ્રમાં ભારતના નેતૃત્વવાળી સરકારને 7 વર્ષ પૂરા થયા છે. ત્યારે આ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દિવસ રાત જોયા વગર અમે કામ કર્યું છે. કોરોનામાં ઘણા સ્વજનો ગુમાવ્યાનુ દુઃખ છે, પરંતુ સરકારે ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થા અને કાયદાનું પાલન કરાવ્યું છે. બીજી લહેરમાં સરકારે 15 માર્ચ સુધી 41 હજાર બેડ હતાં, તે વધારવામાં આવ્યા છે.  ગુજરાતમાં મોંઘા ઈન્જેકશન મફત આપ્યા છે. ઓક્સિજનને જરૂરી હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. વડાપ્રધાને અતિસંવેદનશીલ નિર્ણય કરતા જે બાળકોના માતા પિતા ગુજરી ગયા હોય તેની સંભાળ લેવાની સરકારે જવાબદારી સ્વીકારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news