3 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દાદાને પણ મળ્યું ઓનલાઈન વેક્સીનેશન સર્ટિફિકેટ!

ઉપલેટા (Upleta) માં 3 વર્ષ પહેલા મૃત પામેલા એક વૃદ્ધને પણ રસી આપી દેવામાં આવી છે અને તેના નામનું સિર્ટીફીકેટ (certificate)  પણ આપી દેવામાં આવ્યું છે. એક મૃતક (Death) ને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

3 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દાદાને પણ મળ્યું ઓનલાઈન વેક્સીનેશન સર્ટિફિકેટ!

દિનેશ ચંદ્રવાડિયા, ઉપલેટા: કોરોના (Coronavirus) ની સામે લડવા માટે કરોનાની રસી એ એક ઉત્તમ ઉપાય છે, ત્યારે હવે આ રસી આપવામાં પણ લોલમલોલ સામે આવ્યું છે અને કૌભાંડ (Froud) થયું હોય તેવું લાગી રહ્યું છે.

ઉપલેટા (Upleta) માં 3 વર્ષ પહેલા મૃત પામેલા એક વૃદ્ધને પણ રસી આપી દેવામાં આવી છે અને તેના નામનું સિર્ટીફીકેટ (certificate)  પણ આપી દેવામાં આવ્યું છે. એક મૃતક (Death) ને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો બતાવે છે કે રસીકરણ (vaccination) માં શું ચાલી રહ્યું છે ત્યારે સરકારે (Government) આ બાબતે જાગૃત થવાની જરૂર છે.

કીસ્સો છે ઉપલેટા (Upleta) નો, અહીંના અર્બન હેલ્થ સેન્ટરમાં 3 વર્ષ પહેલા મૃત પામેલા એક વ્યક્તિને રસી આપી દીધી અને તેનું સર્ટિફિકેટ પણ ઓનલાઇન આવી ગયું. વાત છે ઉપલેટાની અહીં પોરબંદર રોડ પર આમ્રપાલી સોસાયટીમાં રહેતા હરદાસભાઇ દેવાયતભાઈ કરંગિયા (Hardas Devayat Kangriya) 3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા.
No description available.

હરદાસભાઇ કરંગિયા 20 ઓગસ્ટ 2018 ના રોજ અવસાન પામ્યા છે અને ઉપલેટા નગરપાલિકામાં તેની નોંધણી પણ કરવામાં આવી ચુકી છે અને તેનું ડેથ સર્ટી (Death certificate) પણ આપી દેવામાં આવ્યું છે. આ અવસાન પામેલા હરદાસભાઇ કરંગિયાને તારીખ 3જી મેં 2021 ના રોજ ઉપલેટા (Upleta) ની સુરજવાડીમાં કોવિશિલ્ડની કોરોના રસી આપવામાં આવી હતી અને રસી કાજલબેન સિંધવ નામના આરોગ્ય કર્મચારીએ આપી હોવાનું કોરોના સિર્ટીફીકેટ ((certificate) માં જોવા મળે છે.

લોલમલોલ કે વેક્સિનેશન કૌભાંડ ?
2018 માં અવસાન પામેલા હરદાસભાઈને 2021માં વેક્સિન (vaccine) તે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. આ સાથે વેક્સિનેશન (vaccination) કામગીરીમાં કેવી લોલમલોલ ચાલી રહી છે અને કેવું કૌભાંડ (Froud) છે તે પણ શંકા ઉપજાવે છે. મૃતકને વેક્સિન આપતા વેક્સિનેશન (vaccination) માં કોઈ કૌભાંડ હોવાની પણ શક્યતા જોવાઈ રહી છે અને સાથે અનેક પ્રશ્ન પણ ઉભા થાય છે. 

શું મૃતકના નામે વેક્સિન (vaccine) ની નોંધણી કરીને બચેલી વેક્સીન બારોબાર કાળાબઝારમાં વેચી નખાવામાં આવે છે? શું કોઈ મલદારોને કાળાબજારમાં આવી વેક્સિન લગાવી દેવામાં આવે છે? આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે વગેરે પ્રશ્ન પણ ઉપજાવે છે.

ઘટના શું હતી ?
વેક્સીન લેવા માટે મૃતક હરદાસભાઇ કરંગિયાના પુત્ર સંદીપે પોતાના મોબાઈલ નંબર ઉપરથી વેક્સીન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાં ભૂલથી પરિવારની તમામ નામ સાથે પોતાના મૃતક પિતાનું નામ પણ રજીસ્ટર કરાવી દીધું હતું. જયારે મૃતક હરદાસભાઇના પુત્રે પોતાના વારા માટે વેક્સિનેશનની સાઈટ ખોલી તો તેમાં તેના પિતાને વેક્સીન આપી દીધાનું ખુલ્યું હતું . તેણે આ બાબતે વધુ આગળ જઈને જોતા તેમાં મૃતક હરદાસભાઇએ વેક્સીન લઇ લીધીનું સર્ટિફિકેટ પણ જોવા મળ્યું હતું.

આ કેવી રીતે શક્ય બને ?
હવે પ્રશ્ન એ છે કે એક મૃતકનું ભૂલથી વેક્સિનેશનમાં નામ નોંધાઈ ગયું પરંતુ આ મૃતકને સાક્ષાત અને ફિઝિકલી કેવી રીતે વેક્સીન આપી? ક્યારે મૃતક સજીવ થઇને આવ્યા અને વેક્સીન લઈ ગયું? કે પછી કોઈ અધિકારી કે અન્ય કોઈ કળા કરીને તેના નામે વેક્સીન અપાવીને વધેલી વેક્સીનનો કાળા બજાર કરવામાં ઉપયોગ કર્યો? કે પછી શું મૃતકને પણ ઉપર કોરોનાનો ભય લાગતો હશે કે તે મૃત્યુ પામ્યાં પછી ફરી કરોનાની રસી લેવા ફરી નીચે આવ્યા અને રસી લઈને ફરી પરલોક જતા રહ્યા? હાલ તો અનેક પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ આ એની યોગ્ય રીતે ઊંડી તપાસ થાય તો આ અંગે વધુ જાણકારી બહાર આવે અને હકીકત શું છે તે જાણવા મળે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news