CM રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યાં અને પછી અચાનક PM મોદીનો આવ્યો ફોન, જાણો શું કહ્યું?
Trending Photos
અમદાવાદ : આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાના નિઝામપુરા ખાતે સભા સંબોધિ રહ્યા હતા ત્યારે અચાનક ઢલી પડ્યા હતા. અચાનક તેઓ ઢળી પડ્યા હતા. મુખ્યમંત્રીને તત્કાલ પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ ખાતે લવાયા હતા. યુ.એમ મહેતા હોસ્પિટલ ખાતે તેમને લવાઇ રહ્યા હતા ત્યારે અચાનક જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. વડાપ્રધાને વિજય રૂપાણી સાથે વાત કરતા તેમની તબિયત અંગે પુછપરછ કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં તેઓએ મુખ્યમંત્રીને સ્વાસ્થય સાચવવા માટે ખાસ સલાહ આપી હતી.
વડાપ્રધાને સંપુર્ણ સ્વાસ્થય ચકાસણી કરાવીને વધારે કાળજી લેવા માટે યોગ્ય આરામ કરવા માટેની સલાહ પણ આપી હતી. તેમણે જણાવ્યું કે, યોગ્ય આરામ કરો અને તબિયતનો ખ્યાલ રાખો. આ ઉપરાંત તેમણે નાયબ મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરીને વ્યવસ્થા અંગે પુછપરછ કરી હતી. યુએન મહેતા હોસ્પિટલમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે પણ માહિતી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ગુજરાતી નેતાઓ ખાસ કરીને સંઘ સાથે જોડાયેલા નેતાઓ સાથે વિશેષ લાગણી ધરાવે છે.
મુખ્યમંત્રી યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા બાદ અનેક ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ પણ પહોંચી ગયા હતા. જ્યારે તબીબોની 3 ટીમને સ્ટેન્ડટુ રાખવામાં આવી હતી. મુખ્યમંત્રીના પહોંચતાની સાથે જ તેમના તમામ પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા હતા. સતત ભાગદોડ અને આરામના અભાવના કારણે તેમને તબિયત થોડા સમય માટે લથડી હોવાનું અનુમાન ડોક્ટર્સ લગાવી રહ્યા છે. તેમને 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે