ગાંધીનગરમાં હાર્દિક-શ્રીનિવાસની કરાઈ ટીંગાટોળી, પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બેરોજગારી, પેપર લીક જેવી સમસ્યાઓ સામે યુથ કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

ગાંધીનગરમાં હાર્દિક-શ્રીનિવાસની કરાઈ ટીંગાટોળી, પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ

ગાંધીનગર: એક તરફ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, તંત્ર દ્વારા સંમેલનની મંજૂરી આપવામાં આવી નહતી. તેમ છતાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગાંધીનગર પોલીસ અને યુથ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને લઇને પોલીસ દ્વારા 70 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ સંમેલનમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને યુથ કોંગ્રેસ અધ્યક્ષ બીવી શ્રીનિવાસ હાજર હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બેરોજગારી, પેપર લીક જેવી સમસ્યાઓ સામે યુથ કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત યુથ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં શ્રીનિવાસ અને હાર્દિક પટેલના નેતૃત્વમાં યુથ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. તે દરમિયાન પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે, તંત્ર દ્વારા સંમેલનની મંજૂરી આપવામાં આવી નહતી. તેમ છતાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેથી પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

જેને લઇને શહેરમાં પ્રવેશ માર્ગો પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે દરમિયાન હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અત્યાર સુધી પોલીસ દ્વારા 70થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યકરો સામે 68, 69 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચાર અહીં વાચો:-

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news