ભારતના મંદિરોને કોઈ ના પહોંચે! 1800 કરોડ રૂપિયામાં બન્યું છે આ મંદિર, માત્ર દરવાજા પર જડાયેલું છે 125 કિલો સોનું!
મંદિરને ફરીથી ખોલ્યા પહેલા મહા સુદર્શન યજ્ઞ પણ કરનવામાં આવી રહ્યો છે, જેના માટે 100 એકડની યજ્ઞ વાટિકા બનાવવામાં આવી છે અનેતેમાં 1048 યજ્ઞકુંડ છે. આ અનુષ્ઠાનો હજારો પંડિત પોતાના સહાયકોની સાથે ભાગ લેશે.
Trending Photos
નવી દિલ્હી: આજે એટલે કે 28 માર્ચ 2022ના રોજ દેશમાં એક ઐતિહાસિક મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પુનર્નિમાણ બાદ આ મંદિરને ફરીથી ખોલવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી વાત એવી છે કે આ મંદિરના પુનર્નિર્માણમાં 1800 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિર છે તેલંગાણાનું શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર. આ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખોલ્યા પહેલા મોટા સ્તરે ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ કરવામાં આવી રહ્યા છે. આ અનુષ્ઠાનોમાં સીએમ કે ચંદ્રશેખર રાવ પણ હાજરી આપી શકે છે. આ મંદિરને ખોલવાનું મુહૂર્ત પણ કેસીઆરના આધ્યાત્મિક ગુરુ ચિન્ના જીયર સ્વામીએ જ કાઢ્યું છે.
100 એકડની યજ્ઞ વાટિકા
મંદિરને ફરીથી ખોલ્યા પહેલા મહા સુદર્શન યજ્ઞ પણ કરનવામાં આવી રહ્યો છે, જેના માટે 100 એકડની યજ્ઞ વાટિકા બનાવવામાં આવી છે અનેતેમાં 1048 યજ્ઞકુંડ છે. આ અનુષ્ઠાનો હજારો પંડિત પોતાના સહાયકોની સાથે ભાગ લેશે. યદાદ્રીનું આ શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર હૈદરાબાદથી લગભગ 80 કિમી દૂર છે. આ મંદિરનું પરિસર 14.5 એકડમાં ફેલાયેલું છે અને તેનું પુનર્નિર્માણ વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ મંદિર ટાઉનશિપ પરિયોજના 2500 એકડમાં ફેલાયેલી છે.
વિશેષ દ્વાર પર જડાયેલું છે 125 કિલો સોનું
આ વિશાળ અને ભવ્ય મંદિરની એક અલગ જ ખાસિયત છે અને તેનું પુનર્નિર્માણ કાર્યમાં સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ મંદિરના પુનર્નિમાણમાં 2.5 લાખ ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેણે વિશેષ રૂપથી પ્રકાશમ, આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યું છે. તેના સિવાય મંદિરના પ્રવેશ દ્વાર પીતળમાંથી બનાવવામાં આવ્યું છે, જેમાં સોનું જડવામાં આવ્યું છે.
મંદિરના ગોપુરમ એટલે કે વિશેષ દ્વાર જ 125 કિલોગ્રામ સોનું જડવામાં આવ્યું છે. તેના માટે સીએમ કેસીઆર સહિત ઘણા મંત્રીઓએ સોનું દાનમાં આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સના મતે તેમાંથી લગભગ સવા કિલો સોનું કેસીઆરના પરિવાર તરફથી દાનમાં આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મંદિરની ડિઝાઈન પ્રસિદ્ધ ફિલ્મ સેટ ડિઝાઈનર આનંદ સાઈ એ તૈયાર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે