નવસારીમાં ભાઈબીજે મહિલાઓના ચહેરા પર હાસ્ય રેલાયું, કારણ છે કંઈક એવું કે જાણીને ઉછળી પડશો!
દિવાળીના તહેવારોમા લોકો સગાં સંબંધીઓને ત્યાં જતા હોય છે, ખાસ કરીને ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક એવા ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનના ઘરે અથવા બહેન ભાઈના ઘરે જતી હોય છે.
Trending Photos
નવસારી: દિવાળી બાદ નવા વર્ષના પ્રારંભ બાદ ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાં ભાઈબીજનો તહેવાર આજે બહેનો ઉજવી રહી છે. ત્યારે આજે બહેનો માટે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સીટી બસ એજન્સી સાથે મળી મફત પ્રવાસની ભેટ આપતા મહિલાઓમાં ખુશી જોવા મળી છે.
દિવાળીના તહેવારોમા લોકો સગાં સંબંધીઓને ત્યાં જતા હોય છે, ખાસ કરીને ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક એવા ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનના ઘરે અથવા બહેન ભાઈના ઘરે જતી હોય છે. આજના મોંઘવારીના જમાનામાં ટ્રાન્સપોર્ટ મોંઘુ પડતું હોય છે.
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ખાનગી બસ એજન્સીના સહયોગથી શહેરમાં શરૂ કરાયેલી સીટી બસમાં આજે તમામ બહેનો માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે. જેની જાણ બસમાં બેઠા પછી મહિલાઓને થતા જ એમના ચહેરાઓ પર હાસ્ય રેલાઈ ઉઠ્યું હતું. બસમાં બેઠેલ યુવતીઓથી લઈ વૃદ્ધાઓએ પાલિકા અને એજન્સીને થેંક્યું કહી, મફત મુસાફરીનો લાભ ઉઠાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે