કબૂતરબાજી કેસમાં મોટો ખુલાસો: છેલ્લા 1 વર્ષમાં કેટલા પંજાબી અને ગુજરાતીઓ અમેરિકા પહોંચ્યા?

ગુજરાતમાંથી ગેરકયદેસર રીતે ફ્રાંસમાં પ્રવેશ મેળવવાના મામલે 66 મુસાફરોના નિવેદન પૂર્ણ થઇ જતા અને એજન્ટો વિરુદ્ધના પુરાવા CIDને હાથ લાગી ગયા છે અને 14 એજન્ટો સામે ગંભીર કલમો સાથે ફરિયાદ નોંધી છે કોણ છે આ 14 એજન્ટો?

કબૂતરબાજી કેસમાં મોટો ખુલાસો: છેલ્લા 1 વર્ષમાં કેટલા પંજાબી અને ગુજરાતીઓ અમેરિકા પહોંચ્યા?

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાંથી ફ્રાંસમાં કબૂતરબાજીથી મોકલવા ના મામલે CID ગુજરાત એ 14 એજન્ટો સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં અનેક ચોંકાવનારા મુદ્દાઓ સામે આવ્યા છે. ગુજરાતમાંથી ગેરકયદેસર રીતે ફ્રાંસમાં પ્રવેશ મેળવવાના મામલે 66 મુસાફરોના નિવેદન પૂર્ણ થઇ જતા અને એજન્ટો વિરુદ્ધના પુરાવા CIDને હાથ લાગી ગયા છે અને 14 એજન્ટો સામે ગંભીર કલમો સાથે ફરિયાદ નોંધી છે કોણ છે આ 14 એજન્ટો?

શું છે 14 એજન્ટોના નામ
જોગેન્દ્ર ઉર્ફે જગી પાજી દિલ્હી-જોગેન્દ્ર માનસ રામ, દિલ્હી - સલીમ દુબઈ-સેમ પાજી, ચંદ્રેશ પટેલ મહેસાણા, કિરણ પટેલ મહેસાણા, ભાર્ગવ દરજી, ગાંધીનગર, સંદીપ પટેલ, મહેસાણા, રાજુ પંચાલ મુંબઈ, પિયુષ બારોટ, ગાંધીનગર , - અર્પિત સિંહ ઝાલા, ગાંધીનગર, રાજા ભાઈ, મુંબઈ, બિરેન પટેલ ગાંધીનગર, જયેશ પટેલ. 

આ એજન્ટો છે જે ગુજરાત અને ભારત માંથી ગેરકયદેસર રીતે અમેરિકા લઇ જતા હતા .લોકોને CID ની તપાસમાં સામે આવ્યું છે કે પંજાબના 250 થી વધુ લોકોની એક ફ્લાઈટ અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડવા માટે બુક કરવામાં આવી હતી અને આ ફ્લાઈટ આખી દિલ્હીના એજન્ટ જોગેન્દ્ર ઉર્ફે જગી પાજી દિલ્હીએ બુક કરાવી હતી. જેમાં પેસેન્જરની જગ્યા વધતા દિલ્લીના એજન્ટોએ ગુજરાતના એજન્ટોનો સંપર્ક કર્યો હતો અને ગુજરાતના આ 66 મુસાફરોને તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં દરેક એક મુસાફરો પાસેથી 60થી 80 લાખ રૂપિયા મળવાના હતા. 

સીઆઇડીની તપાસમાં શું શું સામે આવ્યું છે? 
તા.૨૬/૧૨/૨૦૨૩ ના રોજ ગેરકાયદેસર રીતે દુબઇ થી નિકારાગુવાથી અમેરિકા જતા પ્લેનને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર રોકાવામાં આવેલું. જેમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના મુસાફરો હતા. જેઓને ફ્રાન્સથી ભારત ડીપોર્ટ કરવામાં આવેલા ફ્રાન્સથી પરત આવેલા મુસાફરો પૈકી 66 જેટલા ગુજરાતી મુસાફરોના પાસપોર્ટ નંબર સાથેની ડીટેઇલ્સ મળેલ હતી. જેના આધારે સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે એક તપાસ ટીમની રચના કરેલ અને રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ નવરંગપુરા, અમદાવાદ ખાતેથી 66 પાસપોર્ટ ધારકના પાસપોર્ટની માહિતી મેળવતાં જેમાં ગુજરાત રાજ્યના મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદ જિલ્લાના વ્યક્તિ ઓના નામ સરનામા જણાઇ આવેલ. 

આ તમામની પુછપરછ કરતા તમામ મુસાફરોમાંથી અમુક મુસાફરોના ૩૦ દિવસના તેમજ અમુક મુસાફરોના 3 મહિના સુધીના દુબઇના વિઝિટર વિઝા મેળવેલ હોય અને આ તમામ મુસાફરો માંથી મોટા ભાગના મુસાફરો પાસે તા.૨૧/૧૨/૨૦૨૩ના રોજની LEGEND AIRWAYSની ચાર્ટડ પ્લેન ની FUJAIRAH -દુબઇથી MANAGUA- નિકારાગુવાની એર ટિકિટ મળેલ. આ તમામ ૬૬ મુસાફરોની પ્રાથમિક પુછપરછ કરતા એવી હકિકત મળેલ કે, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મુંબઇ ખાતેના જુદા જુદા એજન્ટો દ્વારા તમામ મુસાફરોમાંથી અમુકને આજથી ૬ મહિના પહેલા તથા અમુક મુસાફરને થી બે મહિના પહેલા રૂબરૂ સંપર્ક કરી અમેરિકા ગેરકાયદેસર રીતે પહોંચાડવા તેમજ અમેરિકા સ્થિત ભારતી ઓના ધંધાના સ્થળે નોકરી ની ગોઠવણ કરી આપવાની જુદી જુદી લોભામણી અને લાલચ આપી હતી.

ભારતમાથી દુબઈ ના ટુરીસ્ટ વિઝા અપાવી દુબઇ/અબુધાબી મોકલી દુબઈ/અબુધાબી ત્યાંથી FUJAIRAH ઇન્ટરનેશનલ એરપોર્ટ થી MANAGUA-નિકારાગુવા અને નિકારાગુવાથી મેક્સિકો અને મેક્સિકોથી અમેરિકા બોર્ડર ક્રોસ કરાવી જો અમેરિકા સુરક્ષા એજન્સીઓના હાથે બોર્ડર ઉપર પકડાઇ જવાય અને પેસેન્જર પંજાબી હોય તો ખાલિસ્તાની છીએ તેવું કહેવાનું અને પેસેન્જર ગુજરાતી હોય તો એજન્ટો અલગ અલગ સ્ટોરી કહેમાં આવતી હતી ત્યારે આશ્રય લેવાનું અને પકડાય નહીં તો ગેરકાયદેસર રીતે અમેરિકા જતા રહેવાનો પ્લાન એજન્ટોએ જણાવી તેઓની ઉપર પણ મુખ્ય એજન્ટ કે જેઓ દિલ્હી, દુબઈ, નિકારાગોવા, મેક્સિકો, અમેરિકા છે તે ઓની સૂચના મુજબ અને તે ઓના પ્લાન મુજબ અમેરિકા પહોચ્યા પછી 60 લાખ થી 80 લાખ મુસાફર દિઠ નાણાં આ એજન્ટોને આપવાના નક્કી કરેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન બહાર આવી છે. 

તપાસ દરમિયાન સી.આઇ.ડી. ક્રાઇમને એવી માહિતી મળેલ ગુજરાત તથા દિલ્હી તથા દુબઇના એજન્ટોએ મુસાફરો પાસેથી આર્થિક લાભ મેળવવા ના આશયથી અમેરિકા સ્થિત ભારતીય વેપારીઓના ધંધા ના સ્થળ એ કામ કરવા ની ગોઠવણી કરી આપી તે ઓને આર્થિક લાભ થાય તેવા આશયથી એકબીજા સાથે મળી ને મુસાફરોને જુદા જુદા પ્રકાર ની લાલચ આપી મુસાફરો ને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોચાડવા તમામ એજન્ટો સાથે મુખ્ય એજન્ટ કે જેઓ દિલ્હી દુબઈ, નિકારાગુવા, મેકસીકો તથા અમેરિકા ખાતેના મુખ્ય એજન્ટ એ ભેગા મળી કરોડો રૂપિયાનો આર્થિક લાભ મેળવવા ના આશયથી એક વ્યવસ્થિત કાવતરું રચ્યું છે.

ગુજરાત ખાતેના એજન્ટોની મદદ મેળવી એકબીજાઓ સાથે મળીને મુસાફરો પાસેથી મોટી રકમ લઇ અમેરિકામાં પોતાની લાયકાત મુજબ યોગ્ય નોકરી - ધંધો અપાવવાની લાલચ આપી કુલ 66 મુસાફરોમાં અમુક મુસાફરો કે જેઓ નાના બાળકો-સ્ત્રીઓ હોય અને શિયાળાની ઋતુમા મેક્સિકો તથા અમેરિકામાં હવામાન ખૂબ જ બરફ અને ઠંડી પડતી હોય અને ત્યાંથી ચાલીને અમેરિકાની બોર્ડર ક્રોસ કરવી જાનનું જોખમ હોય તેવું આ તમામ એજન્ટો જાણતા હોવા છતાં મુસાફરો ને ગેરકયદેસર લઇ જતા હતા. 

CID ની તપાસ માં સામે આવ્યું છે કે એક માસ અગાઉ આ પ્રકારે અન્ય બીજી 2 ફ્લાઇટ પંજાબના લોકોની અમેરિકા પહોંચી ચુકી છે જેમાં એક એક ફલિતમાં 350 મુસાફરો હતા એટલે કે બંને ફ્લાઈટમાં અંદાજે 700 લોકો પંજાબી હતા જે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ લઇ ચુકયા છે, ત્યારે આ પ્રકારે અનેક લોકો ગુજરાત અને ભારતમાંથી અમેરિકામાં પ્રવેશ મેળવી ચુક્યા છે. એજન્ટો મારફતે ત્યારે CID એ આ તમામ 14 એજન્ટો સામે લુક આઉટ નોટિસ જાહેર કરીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news