ગુજરાતના નવા બની રહેલા આ ચેકડેમને હીરાબાનું નામ અપાશે
Tribute To Hiraba : રાજકોટના ન્યારી ડેમ પર હીરાબાના નામે બનશે ચેકડેમ....PM મોદીના માતા હીરાબાના નામે બનનારા ચેકડેમનું આવતીકાલે થશે ખાતમુહૂર્ત...ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા 15 લાખના ખર્ચે કરાશે નિર્માણ...
Trending Photos
Tribute To Hiraba ગૌરવ દવે/રાજકોટ : તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. ત્યારે રાજકોટના ન્યારી ડેમ પર બની રહેલા નવા ચેકડેમને હીરાબાનું નામ આપવામાં આવશે. PM મોદીના માતા હીરાબાના નામે બનનારા ચેકડેમનું આવતીકાલે ખાતમુહૂર્ત થશે. ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા 15 લાખના ખર્ચે આ ચેકડેમનું નિર્માણ કરાશે.
રાજકોટના ન્યારી ડેમ પર ₹15 લાખના ખર્ચે હીરાબા ચેકડેમ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીના માતાની યાદીરૂપે ન્યારી ડેમ પાસે ચેક ડેમ બનાવવામાં આવનાર છે. ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગીર ગંગા ટ્રસ્ટના દિલીપ સખીયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખાતમુહૂર્ત કર્યાના માત્ર 8 દિવસમાં ચેકડેમ જેવું સરોવર બનાવવામાં આવશે. આ તળાવથી આસપાસની ખેતીની જમીન વધુ ફળદ્રુપ બનશે. જેથી ખેડૂતોની પાણીની સમસ્યા પણ હલ થશે.
આ પણ વાંચો
ગીર ગંગા ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપ સખીયાએ જણાવ્યું કે, ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વીજડી પાસે આવેલી વાગોદર નદીની ઉપર પુલ આવેલો છે, તેના પર ન્યારી ડેમ આવેલો છે. તેના પર 400 ફૂટ લાંબો ચેકડેમ બનાવવાનો છે. આ ડેમનું નામ માનનીય પ્રધાનમંત્રીના માતા હીરાબાના પરથી નામ રાખવાનુ છે. નાના એવા તળાવથી કરોડો લીટર પાણી બચી શકે છે. આ પાણીથી અનેક જીવસૃષ્ટિને ફાયદો થઈ શકે છે. તેથી મારી એવી અપીલ છે કે, વરસાદનું પાણી બચાવવું એ આપણી નૈતિક જરૂરિયાત છે. આ અભિયાનમાં સહકારરરૂપ થાય તેવી અમારી વિનંતી છે.
આ પણ વાંચો ટ્રસ્ટી દિલીપ સખીયાએ જણાવ્યું કે, ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા પાણી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે