સામાન્ય બાબતમાં ગુસ્સે થયેલા માસાએ કરી દીધી ભાણેજની હત્યા, CCTVની મદદથી થયો ખુલાસો

એક સીસીટીવી ફુટેજની મદદથી ચાંદખેડા પોલીસે હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરી છે. 29 જાન્યુઆરીએ એક યુવક ગુમ થવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા મામલો હત્યાનો નિકળ્યો છે. 

સામાન્ય બાબતમાં ગુસ્સે થયેલા માસાએ કરી દીધી ભાણેજની હત્યા, CCTVની મદદથી થયો ખુલાસો

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં એક યુવક ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ આ ઘટના હત્યાની હતી. હવે પોલીસે હત્યાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઘટનામાં ખુલાસો થયો કે કૌટુંબિક માસાએ તેના ભાણેજને મોતની ઘાટ ઉતારી દીધો છે. માસાએ શું કામ ભાણેજની હત્યા કરી તેનું કારણ હજુ સામે આવ્યું નથી. 

હિન્દી ફિલ્મોમાં જોયુ હશે કે જેને ગુનો આચર્યો છે તેજ વ્યક્તિ પોલીસની જોડે રહીને પોલીસને મદદ કરતો હોય છે. અને આવું જ બન્યું છે શહેરના ચાંદખેડા વિસ્તારમાં કે જ્યાં કૌટુંબિક માસાએ પોતાના જ ભાણેજની હત્યા કરી નાંખી અને બાદમાં પોલીસ સાથે રહીને પોલીસને તપાસમાં મદદરૂપ થતો હતો.  ઘટનાની વિગતવાર વાત કરીએ તો 29 જાનયુઆરીના રોજ દીપસિંહ નામનો યુવાન સમયસર ઘરે નહિ આવતા પરિવારજનોએ પોતાનું સંતાન ગુમ થયું છે છે તે મુજબની અરજી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. 31 જાન્યુઆરીના દિવસે દીપસિંહ ગુમ થયાની સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરુ કરવામાં  આવી. કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાતીર હોય પરંતુ પોલીસ પકડથી ક્યારેય બચી શકતો નથી. એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને મિસિંગ ફરિયાદ હત્યાના ગુનામાં પરિવર્તિત થઇ ગઈ અને સમગ્ર કેસની વાસ્તવિકતા સામે આવી ગઈ.

મિસિંગ ફરિયાદ હત્યાના ગુનામાં તબદીલ થઇ ગઈ કૌટુંબિક માસાએ જ પોતાના ભત્રીજા દીપસિંહને ખોરજ પાસેની નર્મદા કેનાલમાં ફેંકી દીધો હોવાની કેફીયત આરોપી મુકેશે પોલીસ સમક્ષ કબુલી છે.  યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસે કાર્યવાહી શરુ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે હકીકત સામે આવી હતી જેમાં દીપસિંહ મુકેશ સિંહના એકટિવા પર પાછળ બેસીને ખોરજ કેનાલ પાસે જાય છે અને બાદમાં ખોરજ કેનાલ પાસેથી બહાર નીકળે છે તે સમયે એકટીવા  પર માત્ર મુકેશ સિંહ જ બેઠેલા હોય છે. તેવા સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા હતા. ત્યારથી જ કૌટુંબિક માસા પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા અને પોલીસની કડકાઈ ભરી પૂછપરછમાં ભાંગી પડેલા આરોપી મુકેશે સમગ્ર ગુનાની કબુલાત કરી લેતા કહ્યું કે પોતાના ભત્રીજા દીપસિંહ પાછળ તે ખુબ ખર્ચો કરતા હતા. મોબાઈલનું રિચાર્જ સહીત તમમાં પ્રકરનો ખર્ચો કરતા હતા તે છતાંય દીપસિંહને મળવા માટે બોલાવતા ત્યારે તે આવતો નહોતો. માટે તેની સાથે ઝઘડો થયો હતો અને કેનાલમાં ધક્કો મારી દીધો હતો આ પ્રકારની કેફિયત આરોપી મુકેશે પોલીસ સમક્ષ કબૂલી છે.

હાલ આરોપી મુકેશ સિંહ ચાંદખેડા પોલીસની ગિરફતમાં આવી ગયો છે.  આ આખા પ્રકરણ પાછળ કૌટુંબિક માસાની આવી ઘેલછા કે પોતાનો ભત્રીજો વારંવાર તેને મળવા આવે તેવી માંગણી શા માટે કરતો હતો તેનો જવાબ હજી સુધી મળ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news