કેન્દ્ર સરકાર ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ યોજના લાવશે: પુરષોત્તમ રૂપાલા

કેન્દ્ર સરકાર(Central Government) ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ (Kisan Credit Card)યોજના લાવી રહી છે. આ યોજના થકી દેશના ખેડુત(Farmers)ને દર વર્ષે વગર સિક્યોરીટીએ રૂપિયા 1.60 લાખ લોન સ્વરૂપે મળશે. નડિયાદ(Nadiad) ખાતે આવેલા કૃષી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ મોદી સરકાર દ્વારા અર્થતંત્રને સધ્ધર લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી. 
 

કેન્દ્ર સરકાર ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ યોજના લાવશે: પુરષોત્તમ રૂપાલા

યોગીન દરજી/ખેડા: કેન્દ્ર સરકાર(Central Government) ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ (Kisan Credit Card)યોજના લાવી રહી છે. આ યોજના થકી દેશના ખેડુત(Farmers)ને દર વર્ષે વગર સિક્યોરીટીએ રૂપિયા 1.60 લાખ લોન સ્વરૂપે મળશે. નડિયાદ(Nadiad) ખાતે આવેલા કૃષી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ મોદી સરકાર દ્વારા અર્થતંત્રને સધ્ધર લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી. 

જે દરમ્યાન કૃષી ક્ષેત્રે અને ખાસ કરીને ખેડુતોનું જીવન ધોરણ ઉચું લાવવા સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસો બાબતે તેઓએ વાત કરી હતી. રૂપાલાએ જણાવ્યુ હતુ કે, 2014માં કેન્દ્રમાં મોદીની સરકાર બનતા કૃષી ક્ષેત્રે 8 લાખ કરોડ રૂપિયા ધીરાણ કર્યું હતું. જે બાદ 2019માં તે આકડો 14 લાખ કરોડે પહોચ્યો હતો. તેમ છતા હજુ પણ દેશમાં હજુ એવા ખેડુતો છે, જે ઇન્સ્ટીટ્યુસનલ ધીરાણ મેળવી રહ્યા નથી. આવા ખેડુતોને સરકાર તરફથી સીધુ ધીરાણ મળી શકે તે માટે સરકાર આગામી સમયમાં કિશાન ક્રેડીટ કાર્ડ લાવવા જઇ રહી છે.

પંચમહાલ: પોસ્ટની બોગસ પાસબુક આપી એજન્ટે કરી હજારો લોકો સાથે કરી છેતરપિંડી

જે માટે ખેડુતે બેન્કમાં તેનો 7-12નો દાખલો અને એક આઇડી આપવાથી 15 દિવસમાં જ તેને કિશાન ક્રેડીટ કાર્ડ મળી જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી સરકાર જનધન યોજનાની જેમ ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ લાવવા જઇ રહી છે. અગાઉ 2014માં સરકારે એગ્રી કલ્ચર ધીરાણ માટે 8 લાખ કરોડ રૂપીયા ફાળવ્યા હતા. જે આકડો 2019માં 14 લાખ કરોડ સુધી પહોચ્યો છે. આટલુ મોટુ ધીરાણ આપ્યા બાદ સંસ્થાગત ધિરાણ લેનાર ખેડુતની સંખ્યા 6.3 કરોડ છે. 7 લાખ કરોડ જેટલા ખેડુતો સંસ્થાગત ધિરાણ લેવા આવતા નથી. એટલા માટે આ ખેડુતો માટે અમે કિશાન ક્રેડીટ કાર્ડની યોજના બનાવી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news