ભાવનગરમાં સંવેદના દિવસની ઉજવણી, બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ભાજપ સરકારને 5 વર્ષ પૂર્ણ થતાં વિજય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સંવેદના દિવસની ઉજવણીના ભાગરૂપે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
Trending Photos
નવનીત દલવાડી/ ભાવનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ભાજપ સરકારને 5 વર્ષ પૂર્ણ થતાં વિજય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સંવેદના દિવસની ઉજવણીના ભાગરૂપે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ ખાસ હાજર રહ્યાં હતા. જેમાં વિવિધ યોજનાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ મંત્રી ફળદુના હસ્તે કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગરના કરચલીયા પરા વિસ્તાર ખાતે યોજવામાં આવેલાં સંવેદના દિવસની ઉજવણી પ્રસંગે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમનું મંત્રી આર.સી ફળદુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં અનેક વિધ યોજનાઓને ખુલ્લી મુકવામાં આવી હતી. અહીં લોકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, તેમજ આરોગ્યને લગતી સેવા એક જ સ્થળે મળે અને તેનો સુચારુ નિકાલ થાય તે માટે કામગીરી કરવામાં આવી હતી.
લાભાર્થીઓને એક જ સ્થળ પરથી સરકારની વિવિધ 57 જેટલી યોજનાઓમાં પડતી સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ કોરોના મહામારીના કારણે જે બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. તેવા બાળકોને મંત્રીના હસ્તે એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:- કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષના પદને લઈ વિવાદ, નવ નિયુક્ત અધ્યક્ષે કહ્યું- બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યું
આ પ્રસંગે મેયર કીર્તિબેન દાણીધારીયા, કલેકટર, કમિશનર અને ડીડીઓ તેમજ ભાજપાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તાજેતરમાં વાવાઝોડાથી ખેડૂતોને થયેલા નુકશાન અંગે કૃષિમંત્રીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સર્વેમાં કોઈને અન્યાય નહીં થાય અને જો થયો હશે તો તે જોવાની જવાબદારી અમારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે