મહેસાણામાં ભરશિયાળે ખેતર બેટમાં ફેરવાયા; 10 વિઘા એરંડા-અજમાના પાકનો વળી ગયો સત્યનાશ

મહેસાણાની નર્મદા કેનાલમાં ગાબડુ પડતુ ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. કડીના વાઘરોટા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટુ ગાબડુ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યુ હતું.

મહેસાણામાં ભરશિયાળે ખેતર બેટમાં ફેરવાયા; 10 વિઘા એરંડા-અજમાના પાકનો વળી ગયો સત્યનાશ

ઝી બ્યુરો/મહેસાણા: મહેસાણાના કડીના વાઘરોડા સીમમાં આવેલી નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરમાં પાણી ભરાતા એરંડા અને અજમો સહિતના પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર આપવા માટે માગ કરી છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. 

વારંવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો થેલીઓથી રીપેર કરે છે. પરંતુ તંત્ર યોગ્ય સમારકામ કરાતું નથી. ખેડૂતોએ યોગ્ય સમારકામ માટે અનેક વખત રજૂઆત કરી પરંતુ નક્કર કામગીરી કરાતી નથી. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરી સમસ્યાનો ઉકેલ લાવવા માટે માગ કરી છે. સાથે વળતર ચૂકવવાની પણ માગ કરી છે.

મહેસાણાની નર્મદા કેનાલમાં ગાબડુ પડતુ ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. કડીના વાઘરોટા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટુ ગાબડુ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યુ હતું. આ ગાબડુ જિલ્લાના કડીના વાઘરોડા ગામની માયનોર કેનાલમાં પડ્યું છે.

નર્મદાની આ કેનલામાં ગાબડું પડતા 10 વીઘા કરતા વધૂ જમીનમાં આ કેનાલનુ પાણી ફરી વળ્યું હતુ, જેના કારણે ખેડૂતોને પારવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કેનાલનુ પાણી ખેતરમાં ફરી વળતાં, ખેતરમાં રહેલા એરંડા અજમા સહિતના કેટલાક ઉભા પાકોને વ્યપાકપણ નુકસાન પહોંચ્યુ છે. જિલ્લામાં ફરી એકવાર નર્મદા વિભાગના પાપે ખેડૂતોની ખેતી બરબાદ થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news