દુનિયાની સૌથી સુંદર રાણી 'ક્લિયોપેટ્રા', ગાદી માટે સગા ભાઈ સાથે કર્યાં હતા લગ્ન

ક્લિયોપેટ્રાને દુનિયાની સૌથી સુંદર મહારાણીમાં ગણવામાં આવે છે. ઈતિહાસ પ્રમાણે તેણે રાજ્ય માટે પોતાના સગા ભાઈ માટે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ જૂલિયસ સીજર સાથે પણ તેના સંબંધ રહ્યાં હતા. 

દુનિયાની સૌથી સુંદર રાણી 'ક્લિયોપેટ્રા', ગાદી માટે સગા ભાઈ સાથે કર્યાં હતા લગ્ન

નવી દિલ્હીઃ ઈતિહાસની સૌથી સુંદર અને ગતિશીલ રાણીઓનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ઈજિપ્તની રાણી ક્લિયોપેટ્રાનું નામ સૌથી ઉપર આવે છે. ઐતિહાસિક પુરાવા મુજબ, 51 બીસીથી 30 BC સુધી ઇજિપ્ત પર શાસન કરનાર ક્લિયોપેટ્રા અત્યંત વિષયાસક્ત અને સુંદર હતી. તે પોતાની સુંદરતાના જાળામાં મહાન શાસકોને ફસાવતી હતી. આ સિવાય તેઓ રાજનીતિની બાબતોમાં પણ મજબૂત માનવામાં આવતા હતા. તેણીને ઇજિપ્તના ટોલેમિક વંશની છેલ્લી રાણી માનવામાં આવે છે.

ઘણા પુરૂષો સાથે શારીરિક સંબંધ
ક્લિયોપેટ્રાએ 21 વર્ષ સુધી ઈજિપ્ત પર શાસન કર્યું અને તેના આર્થિક મજબૂતી આપી હતી. પોતાના સમયમાં તે વિશ્વની સૌથી ધનવાન અને સુંદર મહિલા માનવામાં આવતી હતી. તો તેની ગણના ચતુર અને ક્રૂ રાણીઓમાં થતી હતી. તે પણ કહેવામાં આવે છે કે તેના ઘણા પુરૂષો સાથે શારીરિક સંબંધ હતા. તે શાસકો અને સૈન્ય અધિકારીઓને પણ પોતાની સુંદરતાના જાળમાં ફસાવી ઠેકાણે લગાવી દેતી હતી.

સગા ભાઈ સાથે કર્યાં હતા લગ્ન
17 વર્ષની ઉંમરમાં ક્લિયોપેટ્રાના પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારબાદ તેણે ઈજિપ્તની ગાદી પર બેસવા માટે પોતાના ભાઈ સાથે લગ્ન કરી લીધા હતા. કહેવામાં આવે છે કે ફરોગો સભ્યતામાં આ વાતની મંજૂરી હતી. પરંતુ ક્લિયોપેટ્રાના શાસનમાં ટોલેમી આડો આવી રહ્યો હતો. તેણે ક્લિયોપેટ્રાને રાજ્યમાંથી કાઢી દીધો હતો. 

ક્લિયોપેટ્રાએ રોમના શાસક જૂલિયસ સીજરને પોતાની જાળમાં ફસાવ્યો અને પછી ટોલેમી વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધુ હતું. જૂલિયસ સીજરએ ટોમેલીને મારી નાખ્યો. ત્યારબાદ તે કહેવામાં આવે છે કે ક્લિટોપેટ્રાએ પોતાના નાના ભાઈ સાથે લગ્ન કર્યા અને શાસન કરવા લાગી. ત્યારબાદ તેને ઝેર આપીને પોતાના રસ્તામાંથી હટાવી દીધો હતો. તેણે પોતાની બહેન અસરીનોઈની પણ હત્યા કરાવી દીધી હતી. 

જૂલિયસ સીજરની સાથે સંબંધ
ક્લિયોપેટ્રા અને જૂલિયસ સીજરની વચ્ચે સંબંધ હતા. તેને એક પુત્ર પણ થયો હતો. પરંતુ રોમની જનતાને આ પસંદ આવતું નહોતું. તો જૂલિયસ રીજરના એક જનરલ માર્ક એન્થનીને પણ ક્લિયોપેટ્રાએ પોતાની જાળમાં ફસાવ્યો હતો. એન્થનીથી તેને ત્રણ બાળકો થયા હતા. ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા હતા. જૂલિયસ સીજર બાદ તેના ઉત્તરાધિકારી ઓક્ટેવિયન બન્યો તો તેણે ઈજિપ્ત પર હુમલો કર્યો હતો. ઓક્વેવિયન ક્લિયોપેટ્રાની જાળને સમજી ચુક્યો હતો. તેવામાં ક્લિયોપેટ્રાએ ભાગવું પડ્યું હતું. 

મોત બની ગયું રહસ્ય
ક્લિયોપેટ્રાના મોતને લઈને ઘણા પ્રકારના દાવા કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કહેવામાં આવે છે કે ક્લિયોપેટ્રાએ માર્ક એન્ટનીની સામે ખુદને ઝેરી સાંપથી ડંખ મરાવ્યા હતા. તો ઈતિહાસકારોનું કહેવું છે કે ક્લિયોપેટ્રા ડ્રગ્સનું સેવન કરતી હતું. આ તેના મોતનું કારણ બન્યું હતું. તો ઘણી જગ્યાએ તે પણ કહેવામાં આવે છે કે તે વૃદ્ધાવસ્થા જોવા ઈચ્છતી નહોતી એટલે 39 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં થયેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું કે ક્લિયોપેટ્રા ખુદને સુંદર બનાવવા માટે 700 ગધેડીના દૂધમાં સ્નાન કરતી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news