બારમણનો પરિવાર ચોટીલા દર્શને પહોંચે તે પહેલા જ અકસ્માત નડ્યો, ગાડી ચલાવનાર સદસ્યનું મોત

ઠંડીનો અકસ્માતોનો દોર ચાલુ જ છે. ત્યારે અમરેલીમાં ચોટીલા દર્શન કરવા જતા પરિવારને ખાંભા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. 
બારમણનો પરિવાર ચોટીલા દર્શને પહોંચે તે પહેલા જ અકસ્માત નડ્યો, ગાડી ચલાવનાર સદસ્યનું મોત

કેતન બગડા/અમરેલી :ઠંડીનો અકસ્માતોનો દોર ચાલુ જ છે. ત્યારે અમરેલીમાં ચોટીલા દર્શન કરવા જતા પરિવારને ખાંભા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના બારમણ ગામનો રહેવાસી પરિવાર ચોટીલા દર્શન કરવા નીકળ્યો હતો. વહેલી સવારે અલટો કારમાં સવાર પરિવારના પાંચ સભ્યો મા ચામુંડાના દર્શને જવા નીકળ્યા હતા. પરંતુ ખાંભાના નાનુડી લપાળા ડુંગર પાસે કારને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે અલ્ટો કાર રોડ પર પાર્ક થયેલી બંધ ટ્રક પાછળ જોરદાર ભટકાઈ હતી. સિમેન્ટ ભરેલો GJ11Y 6332 નંબરની ટ્રક રોડ પર ઉભો હતો, તેની સાથે અલ્ટો કાર ભટકાઈ હતી. જોકે, અકસ્માત કયા કારણોસર થયો તે હજી જાણી શકાયું નથી. 

No description available.

અકસ્માતમાં અલ્ટો કાર ચલાવનાર શખ્સનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સાવરકુંડવા ખાંભાની હોસ્પિટલમાં 108ની મદદથી સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ, જોરદાર ટક્કરથી ટ્રકનો સામાન પણ ફંગોળાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news