જ્યાં વિદ્યાર્થીઓ ચુમ્મા-ચાટી કરતા જોવા મળ્યા હતા, રાજકોટની એ ફેમસ યુનિવર્સિટીમાં હવે મળ્યો ગાંજો

Cannabis Plant In University Rajkot : રાજકોટમાં ખાનગી યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેસ પાસેથી ગાંજાના છોડ કબજે કરાયા.... નાઈજીરીયન વિદ્યાર્થીઓેએ છોડ વાવ્યા હોય તેવી આશંકા... પોલીસે અલગ-અલગ દિશામાં શરૂ કરી તપાસ...   

જ્યાં વિદ્યાર્થીઓ ચુમ્મા-ચાટી કરતા જોવા મળ્યા હતા, રાજકોટની એ ફેમસ યુનિવર્સિટીમાં હવે મળ્યો ગાંજો

Rajkot News : રાજકોટની પ્રતિષ્ઠિત ખાનગી કોલેજ ગાંજાનું ઘર બની છે. ખાનગી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજકોટની ખાનગી કોલેજ અવારનવાર વિવાદમાં આવે છે. ત્યારે બોયઝ હોસ્ટલમાંથી ગાંજાના છોડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બોયઝ હોસ્ટલમાંથી સૂકો ગાંજો અને લીલો ગાંજો મળી આવ્યો છે. ત્યારે રાજકોટ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલો પેદા થયા છે. તો NDPS નો ગુનો નોંધતી SOG આ મુદ્દે ચૂપ હોવાથી વિવિધ વાતો વહેતી થઈ છે. 

રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાંથી ગાંજો મળવાના મામલે કુવાડવા પોલીસે બીજા દિવસે પણ તપાસ શરૂ કરી છે. પોલીસે 5 થી 7 છોડ કબજે કર્યા છે. આ મામલે યુનિવર્સિટીના એન્જી.વિભાગના ડીન આરબી જાડેજાએ જણાવ્યું કે, અણે પોલીસને તપાસમાં સહકાર આપીએ છીએ. યુનિવર્સિટી કેમ્પસમાંથી પોલીસે 1 છોડ કબજે કર્યો છે. 

યુનિવર્સિટીમાં 52 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે પોલીસ કાર્યવાહી સામે અનેક સવાલ ઉભા થયા છે. મીડિયાને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર કેમ પ્રતિબંધ મૂકાયો? શું આ યુનિવર્સિટીમાં ચાલે છે ખુલ્લેઆમ નશાનો કાળો કારોબાર ? ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ગુજરાતમાં નશા પ્રતિબંધની કડક અમલવારીની વાતો કરે છે. પરંતું યુનિવર્સિટીમાં આફ્રિકા અને નાઇઝીરિયા દેશના વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનો ઉપયોગ કરતા હોવાની ચર્ચા વહેતી થઈ છે. 

આ યુનિવર્સિટીમાં ગાંજાના ખેતરો સળગાવી દેવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે. રાજકોટ પોલીસે કાર્યવાહી ન કરતાં અનેક સવાલો ઉઠ્યા છે. ગઈકાલે ખાનગી યુનિસર્વિટી બોયઝ હોસ્ટેલ પાસેથી ગાંજાના છોડ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. બોયઝ હોસ્ટેલની પાછળ ગઈકાલે ગાંજાના છોડ ભાંગી નાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં જ્યાં વિદ્યાર્થીઓ રહે છે ત્યાં જ ગાંજાના છોડ મળી આવ્યા છે. નાઇજીરિયન વિદ્યાર્થીઓ દ્વારા છોડ વાવ્યા હોય અથવા તો બી ઉપરથી નાંખ્યા હોઈ અને ઉગ્યા હોય તેવું પણ બની શકે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. 

આ મુદ્દે પૂર્વ વિદ્યાર્થી અને યુથ કોંગ્રેસના નેતા રોહિત રાજપૂતે જણાવ્યું કે, હું આજ યુનિવર્સિટીમાં ભણ્યો છું. વિદેશી વિદ્યાર્થીઓ ગાંજો, ડ્રગ્સ, MD અને બ્રાઉન સુગર જેવા વ્યસનો કરે છે. યુથ કોંગ્રેસની માંગ છે કે યુનિવર્સિટીની માન્યતા જ રદ્દ કરવામાં આવે. ભાજપના બે નેતાઓ આ યુનિવર્સિટીમાં પાર્ટનર હોવાનો આરોપ છે. તેમજ યુનિવર્સિટીમાં રેગીંગ, બીભત્સ વિડીયો, વિદ્યાર્થીનો આપઘાત સહિતના વિવાદો સતત ઉઠતા રહે છે.

આ યુનિવર્સિટીના વિવાદો

વિવાદ-1
યુનિ.૫ વિદ્યાર્થીઓ દ્વારા સાથી વિદ્યાર્થીને જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી માર મારવામાં આવ્યો હતો અને રેગિંગ કરવામાં આ મામલે પોલીસ તેમજ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય ની ફરિયાદ પણ નોધાઇ છે.

વિવાદ-2
યુનિવર્સીટીમાં કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાનનું નામ પાર્થ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું.

વિવાદ-3
યુનિ. બિભત્સ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

વિવાદ-4
વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તેમજ નારાજ થયેલા વિદ્યાર્થીને મનાવી રહી હોય એ પ્રકારનાં દૃશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયાં હતાં. બીજા વાઇરલ વીડિયોમાં યુવક અને યુવતી લિપ કિસ કરી રહ્યા હોય એ પ્રકારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news