દારૂના રવાડે ચઢ્યો કૂતરો, ચોરીને ગટગટાવતો હતો માલિકનો દારૂ, નશામુક્તિ કેન્દ્રમાં રાખીને છોડાવી લત

Alcohol Addiction: બે કૂતરા, અને બંને નંબર વનના નશેડી, અથવા એમ કહીએ કે બંને કમાલના પિયક્કડ છે. જોકે કૂતરાનો માલિક રોજ દારૂ પીતો હતો અને તેના બંને પાલતુ કૂતરાઓને પણ દારૂ આપતો હતો. પીવા અને ખવડાવવાની આ પ્રક્રિયા ઘણા વર્ષો સુધી ચાલતી રહી.

દારૂના રવાડે ચઢ્યો કૂતરો, ચોરીને ગટગટાવતો હતો માલિકનો દારૂ, નશામુક્તિ કેન્દ્રમાં રાખીને છોડાવી લત

Alcoholic Dog: શું તમે ક્યારેય જોયું છે કે સાંભળ્યું છે કે વ્યસનની પકડમાં ખરાબ રીતે ફસાઇ ચૂકેલો કૂતરો તેમાંથી બહાર નિકળવવા માટે વ્યસન મુક્તિ કેન્દ્રમાં જતો હોય? જે તમે આજ સુધી જોયું નથી કે સાંભળ્યું નથી, આજે અમે તમને એવી જ એક કહાની બતાવવા જઈ રહ્યા છીએ. એક નશેડી કૂતરો નશાની ચંગુલમાંથી બહાર નિકળવા માટે વ્યસન મુક્તિ કેન્દ્રનો સહારો લઈ રહ્યો છે. આજે અમે તમને તે નશેડી કુતરાની આવી કહાની જણાવીશું, અમે તમને જણાવીશું કે તે કૂતરો કોણ છે જેને દારૂની ખરાબ લત છે.

બે કૂતરા, બંને પિયક્કડ, પરિણામ ચોંકાવનારું!
બે કૂતરા, અને બંને નંબર વનના નશેડી, અથવા એમ કહીએ કે બંને કમાલના પિયક્કડ છે. જોકે કૂતરાનો માલિક રોજ દારૂ પીતો હતો અને તેના બંને પાલતુ કૂતરાઓને પણ દારૂ આપતો હતો. પીવા અને ખવડાવવાની આ પ્રક્રિયા ઘણા વર્ષો સુધી ચાલતી રહી. માલિક અને કૂતરાની મિત્રતાનું પરિણામ એ આવ્યું કે માલિકની સાથે કૂતરાને પણ દારૂની લત લાગી ગઈ. બંને કૂતરાઓને દારૂની એટલી લત લાગી ગઈ હતી કે કૂતરાઓ માટે દારૂ વિના જીવવું મુશ્કેલ બની રહ્યું હતું. તે એક દિવસની વાત છે, જ્યારે માલિકનું મૃત્યુ થયું હતું. માલિકના મૃત્યુ પછી કૂતરાઓ માટે દારૂ મેળવવો મુશ્કેલ બની ગયો છે અને આ શ્વાન માટે દારૂ વિના જીવવું મુશ્કેલ છે. ત્યારે આ કૂતરાઓની હાલત જાણીને તમને આશ્ચર્ય થશે.

'કોકો' અને 'કેનાઇન'ને દારૂની લત કેવી રીતે લાગી?
મામલો ઈંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરનો છે. બ્રિટિશ મીડિયાના એક સમાચાર મુજબ એક વ્યક્તિએ બે કૂતરા પાળ્યા હતા. લેબ્રાડોર જાતિના આ કૂતરાઓમાંથી એકનું નામ 'કોકો' અને બીજાનું નામ 'કેનાઈન' હતું. કોકોનો માલિક અને કૂતરો દરરોજ દારૂ પીતા હતા, જ્યારે તેનો માલિક દારૂ પીને સૂઈ જાય છે, ત્યારે તે બંને માલિકના ગ્લાસમાં બાકી રહેલો દારૂ નીચે ઉતારી દેતા હતા. આ સતત પ્રક્રિયા બાદ આ બંને શ્વાનને દારૂની લત લાગી ગઈ હતી. ધીરે ધીરે આ કૂતરાઓને દારૂની એટલી લત લાગી ગઈ કે હવે માલિકને તેમને દારૂ પીવડાવવો પડતો હતો. એક દિવસ અચાનક જ્યારે તેમના માલિકનું અવસાન થયું, ત્યારે બંને માટે દારૂ વિના એક દિવસ પણ જીવવું મુશ્કેલ બની ગયું.

નશો છોડાવવાના પ્રયત્નમાં એક કૂતરાનું મોત
દારૂની ખરાબ લત અને ઉપરથી ન મળવાને કારણે જે હાલત માણસની થાય છે, એવી જ હાલત આ કૂતરાઓની પણ થઈ છે. બંને દારૂની શોધમાં શેરીએ-ગલીએ ફરતા હતા. અંતે, આ બંને કૂતરા એક વ્યક્તિને લાવારિશ હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ આ બંને કૂતરાઓને પ્લાયમાઉથ સ્થિત વુડસાઇડ એનિમલ વેલફેર ટ્રસ્ટને સોંપવામાં આવ્યા હતા. ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આ બંને કૂતરાઓને અહીં લાવવામાં આવ્યા હતા, ત્યારે તેમને વારંવાર ખેંચ આવતી હતી, તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. 

ત્યારબાદ બંનેને સારવાર આપવામાં આવી હતી. અને આ રીતે સૌ પ્રથમ તેની દારૂની લતમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, દારૂ છોડવાનો પ્રયાસ કરતી વખતે કેનાઇનનું મૃત્યુ થયું હતું, જ્યારે કોકો હજુ પણ સારવાર હેઠળ હતો. સારવાર કરી રહેલા ડોક્ટરના જણાવ્યા અનુસાર કોકો હાલમાં નશાની આદતથી મુક્ત છે. જો કે, ડોકટરો એમ પણ કહે છે કે કોકો ભલે શારીરિક રીતે ઠીક લાગે છે, પરંતુ તેને માનસિક રીતે મજબૂત બનવામાં વધુ સમય લાગશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news