'કેજરીવાલ કાળો નાગ, લોકોને રેવડી આપે છે, પણ ગમે તેવા કાળા નાગને કાબુ કરવામાં ભાજપ સક્ષમ: જગદીશ વિશ્વકર્મા

Gujarat Election 2022: પાટણમાં નવીન ઓવરબ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ લોકાર્પણ પ્રસંગમાં નામ લીધા વગર આપ પર અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જગદીશ વિશ્વકર્માએ આપ પર કાળો નાગ, છછુંદર જેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો.

'કેજરીવાલ કાળો નાગ, લોકોને રેવડી આપે છે, પણ ગમે તેવા કાળા નાગને કાબુ કરવામાં ભાજપ સક્ષમ: જગદીશ વિશ્વકર્મા

નિર્મલ ત્રિવેદી/પાટણ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે અને નેતાઓ દ્વારા વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. પાટણમાં રૂપિયા 88 કરોડના 77 કામોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ છે. પાટણને દિવાળી પર્વની સરકાર તરફથી મોટી ભેટ મળી છે.  પાટણ ખાતે માર્ગ અને મકાન વિભાગના પ્રધાનના જગદીશ વિશ્વકર્માના હસ્તે નવા બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાનાપ્રધાને નવા ગંજબજાર વિસ્તારમાં સભા સંબોધી હતી. 

નેતાઓના ભાષણમાં વિવિધ પક્ષો પર આકરા પ્રહારો પણ થતા રહેતા હોય છે. ત્યારે પાટણમાં નવીન ઓવરબ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ લોકાર્પણ પ્રસંગમાં નામ લીધા વગર આપ પર અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જગદીશ વિશ્વકર્માએ આપ પર કાળો નાગ, છછુંદર જેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. પાટણમાં નવીન ઓવરબ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ અરવિંદ કેજરીવાલ પર ચાબખા માર્યા હતા અને ભરી સભામાં કેજરીવાલને કાળો નાગ કહ્યો હતો. 

કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેજરીવાલ લોકોને રેવડી આપવાનું કામ કરે છે અને સાથે એમ પણ જણાવ્યું કે, દેશમાં વિકાસના કાર્યો કરી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવા કાળા નાગને કાબુ કરતા સારી રીતે આવડે છે અને દિલ્હી ભેગા કરી દેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news