કટકીબાજ કેતકી વ્યાસની લીલા અપરંપાર : લાંચની રકમથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી

Anand Collctor DS Gadhvi Video Clip : કેતકી વ્યાસ પહેલેથી અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. કેતકી અગાઉ પણ કાંડ કરી ચૂકી છે. અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું, ત્યારે પણ તેણે અનેક કૌભાંડો આચર્યા હતા

કટકીબાજ કેતકી વ્યાસની લીલા અપરંપાર : લાંચની રકમથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી

Anand News : સરકારી ઓફિસમાં સ્પાય કેમેરા લગાવીને આણંદ કલેક્ટર પાસેથી ફાઈલો પાસ કરાવવાના ખેલ કરનાર ADM કેતકી વ્યાસના હવે મોટા મોટા ખેલ સામે આવી રહ્યાં છે. આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. આણંદ કલેક્ટર કચેરીમાં લાખો રૂપિયાનો વહીવટ થતો હોવાનો ધડાકો થયો છે. નાયબ મામલતદાર જે.ડી.પટેલના ચાર એજન્ટથી ખેલ રચાતો હતો. ત્યારે આ ચારેય એજન્ટ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો આ કૌભાંડમાં કેતકી વ્યાસનું મોટું કૌભાંડ ખૂલ્યું છે. કટકીબાજ કેતકીએ લાંચની રમકથી 300 વિધા જમીન ખરીદી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

કેતકીના મોટા કાંડ
કેતકી વ્યાસ પહેલેથી અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. કેતકી અગાઉ પણ કાંડ કરી ચૂકી છે. અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું, ત્યારે પણ તેણે અનેક કૌભાંડો આચર્યા હતા. કેતકી વ્યાસ સામે આ પહેલા પણ જમીન પ્રકરણમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામની જમીન પ્રકરણમાં કેતકી વ્યાસ સામે ઈન્કવાયરી થઈ હતી. ત્યારે કેતકી વ્યાસ પાસે 300 વિધાથી વધુ જમીનમ હોવાનો દાવો કરાયો છે. કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000 વારથી વધુ જમીન ખરીદી હતી. પંરતુ કેતકી વ્યાસ ખેડૂત નથી, છતાં આ જમીન તેણે પોતાના નામે કરી છે. 

કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે તેની સામે એફઆઈઆર થઈ છે, જે મામલો હજુ કોર્ટમાં છે. કેતકીએ પાટણના કોટાવડમાં પણ ખેડૂત હોવાનો ખોટો દાખલો આપીને જમીન ખરીદી હોવાનું કહેવાય છે. જેના પર હાલ પેટ્રોપ પંપ છે. આમ, કેતકીએ પોતના દરેક પોસ્ટીંગમાં ઢગલાબંધ કારનામા કર્યાં છે.  વર્ષ 2007માં કેતકી વ્યાસ સામે આરોપીને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યાની ફરિયાદ થઇ હતી. 

તો એક આરોપી જેડી પટેલ પણ અશોક મિસ્ત્રી, દિલીપ ઝલુ,મિતેષ ભટ્ટ અને મકસુદ નામના શખ્સોના સંપર્કમાં હતો. જે.ડી.પટેલ આ તમામ લોકોની ફાઇલને પ્રાયોરિટી આપતો હોવાનું ખુલ્યું છે. 

આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં સરકારની છબી બગડતા જ હવે મોટાપાયે તપાસ શરૂ કરાઈ છે. આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. LCBએ આરોપી જયેશ પટેલને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં જયેશ પટેલે સંદેશર કેનાલમાં વીડિયોની હાર્ડ ડિસ્ક ફેંકી દીધી હતી. તેણે પુરાવાનો નાશ કરવા હાર્ડ ડિસ્ક કેનાલમાં ફેંકી હોવાનું ખુલ્યુ હતું. ત્યારે પોલીસ કેનાલમાં ફેંકેલી હાર્ડ ડિસ્ક શોધવામાં લાગી છે. ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં તપાસ શરૂ કરાઈ છે. ત્યારે પોલીસની તપાસ બાદ કેનાલમાંથી સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ મળી આવ્યા છે. જયેશ પટેલે કેટલાક નક્શા અને દસ્તાવેજ પણ સળગાવ્યા હતા. FSL અધિકારીઓએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. સાથે જ 2 CPU અને એક લેપટોપ પણ કબજે કર્યું છે. ઝાયડ્સ હોસ્પિટલ સામે ગેરેજમાં સ્પાય કેમેરા સળગાવ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news