VI ના પૈસા વસૂલ Data Plans! 17 રૂપિયાથી શરૂ, મળશે 6GB ડેટા
વોડાફોન-આઈડિયાની પાસે તે યૂઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન છે જે ઓછી કિંમતમાં ડેટા પ્લાન ખરીદવા ઈચ્છે છે. વીઆઈ 50 રૂપિયાથી ઓછી કિંમતમાં પ્રીપેડ ડેટા વાઉચર ઓફર કરે છે. જાણો આ પ્લાનની કિંમત અને તેમાં મળતા બેનિફિટ્સ...
Trending Photos
નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયાની પાસે તે યૂઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન છે, જે ઓછી કિંમતમાં ડેટા પ્લાન ખરીદવા ઈચ્છે છે. વીઆઈ 50 રૂપિયાથી ઓછી કિંમતમાં ડેટા વાઉચર ઓફર કરે છે. આજે અમે તમને વોડાફોન આઈડિયાના 50 રૂપિયાથી ઓછામાં આવનાર ડેટા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. વોડાફોન આઈડિયાએ હજુ સુધી 5જી સર્વિસ લોન્ચ કરી નથી, પરંતુ તે દેશભરમાં 4જી ઓફર કરે છે. આવો જાણીએ 50 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા ડેટા પ્લાન્સ વિશે...
VI ના 50 રૂપિયાથી સસ્તી કિંમતના પ્રીપેડ પ્લાન
VI નો 17 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઈડિયાની પાસે 50 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા પ્રીપેડ ડેટા વાઉચર છે. લિસ્ટમાં પ્રથમ કેટેગરીનો સૌથી સસ્તો પ્લાન 17 રૂપિયાનો છે. વોડાફોન આઈડિયાનો 17 રૂપિયાનો ડેટા વાઉચર ફ્રી નાઇટ ડેટા અને 1 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનની સાથે યૂઝર્સને રાત્રે 12થી સવારે 6 સુધી અનલિમિટેડ ડેટા મળે છે.
VI નો 19 અને 24 રૂપિયાનો પ્લાન
વીઆઈની પાસે એક 19 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને 24 કલાક માટે 1જીબી ડેટા મળે છે. ત્યારબાદ 24 રૂપિયાના પ્લાન એક કલાકની વેલિડિટી સાથે આવે છે. પરંતુ આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ડેટા મળે છે. તમે એક કલાકમાં ફુલ હાઈસ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. જેની કોઈ મર્યાદા નથી.
VI નો 25 રૂપિયાનો પ્લાન
જો તમને એડફ્રી મ્યૂઝિક સાંભળવાનું પસંદ છે તો તમે 25 રૂપિયાના વાઉચરની પસંદગી કરી શકો છો. આ પ્લાનની સાથે યૂઝર્સને 1 દિવસ માટે 1.1 જીબી ડેટા મળે છે. પરંતુ વીઆઈ એપની અંદર હંગામા મ્યૂઝિકની સાથે 7 દિવસ માટે એડ-ફ્રી મ્યૂઝિકનો બેનિફિટ પણ મળે છે.
VI નો 29 અને 39 રૂપિયાનો પ્લાન
ત્યારબાદ તમે 29 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો. આ પ્લાન એક સામાન્ય ડેટા વાઉચર છે, જે 2 દિવસ માટે 2જીબી ડેટા ઓફર કરે છે. જો તમે વધુ ડેટા ઈચ્છો છો તો તમે 39 રૂપિયાનો પ્લાન લઈ શકો છો, કારણ કે 3જીબી ડેટા અને 7 દિવસની વેલિડિટી સાથે આવે છે.
VI નો 49 રૂપિયાનો પ્લાન
લિસ્ટમાં અંતિમ નંબર પર 49 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનની સાથે યૂઝર્સને 6 જીબી ડેટા મળે છે, પરંતુ આ પ્લાનની વેલિડિટી માત્ર 24 કલાક એટલે કે 1 દિવસની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે