BRTS ના ખાતામાં વધુ એક એક્સિડન્ટનો ઉમેરો, ટાયર ફાટતા બસ થાંભલા સાથે ભટકાઈ
એક્સિડન્ટ શબ્દ બીઆરટીએસ બસ માટે કોઈ નવો નથી. અમદાવાદમાં લગભગ દર બે મહિને બીઆરટીએસ બસો અકસ્માત માટે પંકાયેલ છે. ત્યારે જોધપુર ટેકરા પાસે બીઆરટીએસ બસને અકસ્માત સર્જાયો છે. બસ એલઈડી થાંભલા સાથે ભટકાઈ છે. બસ અથડાતા તેનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. બસમાં સવાર 2 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. બસમાં આગળનો કાચ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. બસ ચાલક અને મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :એક્સિડન્ટ શબ્દ બીઆરટીએસ બસ માટે કોઈ નવો નથી. અમદાવાદમાં લગભગ દર બે મહિને બીઆરટીએસ બસો અકસ્માત માટે પંકાયેલ છે. ત્યારે જોધપુર ટેકરા પાસે બીઆરટીએસ બસને અકસ્માત સર્જાયો છે. બસ એલઈડી થાંભલા સાથે ભટકાઈ છે. બસ અથડાતા તેનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. બસમાં સવાર 2 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. બસમાં આગળનો કાચ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. બસ ચાલક અને મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.
કોઈને ઇજા નહિ, બસમાં 4 મુસાફરો હતા
Chartered speed પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતી બસ નંબર 198 જોધપુરથી ઈસરો તરફ જઈ રહી હતી. ત્યારે બસનું આગળનું જમણી સાઈડનું ટાયર અચાનક ફાટ્યું હતું. આ કારણે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ BRTS સ્ટેશનની નજીક કોરિડોરમાં એક એલઈડી થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે બસમાં લગભગ ચાર પેસેન્જર હતા. તેમાંથી ૨ પેસેન્જરને સામાન્ય ઇજા થઈ હતી.
આ ટક્કર એટલી જોરદાર ન હોવાથી બસ ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસનો આગળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થયો હતો. જેથી ડ્રાઈવરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છાશવારે બીઆરટીએસ બસના અકસ્માતો થતા હોય છે. અમદાવાદમાં હવે બીઆરટીએસ બસોના એક્સિડન્ટ ટોકિંગ પોઈન્ટ બની જતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે