માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે સુરતમાં સર્જ્યો મોટો અકસ્માત; 5 બાઈકનો કચ્ચરઘાણ, 2ના મોત, 9 ઘાયલ

Surat Accident: સુરતમાં ફરી BRTS બસનો કહેર જોવા મળ્યો છે. માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં BRTS બસે અકસ્માત સર્જ્યો છે.

માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે સુરતમાં સર્જ્યો મોટો અકસ્માત; 5 બાઈકનો કચ્ચરઘાણ, 2ના મોત, 9 ઘાયલ

Surat Accident: રાજ્યમાં છાશવારે સીટી બસ અકસ્માત સર્જે છે, ત્યારે સુરતમાં એક મોટી દુર્ઘટના બની છે. સુરતના કતારગામ ગજેરા સર્કલ પાસે બેફામ દોડતી બીઆરટીએસ બસે સંખ્યાબંધ લોકોને અડફેટે લીધા છે, જેમાંથી બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 9 ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી નાંખી હતી.

સુરતમાં ફરી BRTS બસનો કહેર જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં BRTS બસે એક મોટો અકસ્માત સર્જ્યો છે. સુરતના અશ્વિની કુમાર બ્રિજ વિસ્તારમાં બે બીઆરટીએસ ઈલેક્ટ્રિક બસ અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બને બસોની વચ્ચે પાંચ જેટલી બાઈક દબાઈ ગઈ હતી. જેમાં પાંચ જેટલા લોકોને ગંભીર ઇજા થઈ છે. ગંભીર ઇજાના પગલે 9 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાંથી 7 લોકોને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસો અથડાતા બને વચ્ચે આવેલી બાઇકોનું કચ્ચરઘાણ વળ્યું છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ફાયરના જવાનો તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા હોસ્પિટલ પહોંચ્યા છે. 

જો કે, આ પહેલીવાર નથી જ્યારે સુરતમાં સીટી બસનો કહેર સામે આવ્યો હોય આ પહેલા પણ સીટી બસના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, અને ટ્રાફિક જામ થયો હતો. આ ઉપરાંત ઉશ્કેરાયેલી ભીડે બસમાં તોડફોડ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news