ઉત્તર ગુજરાતમાં આ પાકનું વાવેતર કરનાર ખેડૂતો માથું પકડીને રોયા! 30 ટકા પાકનું વળ્યું સત્યનાશ!

અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ 30 હજારથી વધુ હેક્ટર જમીનમાં બટાકા પાકનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ જિલ્લમાં પાક તૈયાર થઇ જતા ખેડૂતો હાલ બટાકા પાકની લણણી અને બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા છે.

ઉત્તર ગુજરાતમાં આ પાકનું વાવેતર કરનાર ખેડૂતો માથું પકડીને રોયા! 30 ટકા પાકનું વળ્યું સત્યનાશ!

સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકા પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થતા હાલ બટાકાનું ઉત્પાદન શરુ થયું છે પરંતુ સતત બદલાતા વાતાવરણે પગલે બટાકાના પાકમાં 30 ટકા જેટલો ઉતારો ઓછો આવતા ખેડૂતોને નુકશાન થયું છે.

બટાકાના ઉત્પાદન ઉપર મોટી અસર
અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ 30 હજારથી વધુ હેક્ટર જમીનમાં બટાકા પાકનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ જિલ્લમાં પાક તૈયાર થઇ જતા ખેડૂતો હાલ બટાકા પાકની લણણી અને બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા છે. પરંતુ વાવેતર બાદ સતત બદલાતા વાતાવરણ તેમજ પાકમાં સુકારો તેમજ કેટલાક વિસ્તારોમાં બળીયા જેવો રોગ આવતા બટાકાના ઉત્પાદન ઉપર અસર થઇ છે.

મોસમના મિજાજે ખેડૂતોને કફોડી હાલતમાં મુક્યા
હાલ ખેડૂતોને તેમના ધારણા કરતા 30 ટકા જેટલો ઉતારો ઓછો ઉતરી રહ્યો છે જેથી ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બટાકામાં બળિયા આવવાના કારણે બટાકા પર ટપકીઓ પડી ચુકી છે જેથી ખેડૂતોને ઓછા ઉત્પાદનનો ડર સતાવી રહ્યો છે. ચાલુ સાલે ખેડૂતોએ મોંઘાભાવે ખાતર ખેડ બિયારણ પાછળ ખર્ચ કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી પરંતુ જિલ્લામાં સતત બદલાતા રહેલા મોસમના મિજાજે ખેડૂતોને કફોડી હાલતમાં મુક્યા છે. 

30 ટકા સુધીનું નુકશાન થઇ શકે
અરવલ્લી જિલ્લો બટાકાના વાવેતરમાં હંમેશા અવ્વલ રહ્યો છે. જેના કારણે ઉત્પાદન પણ ખુબ વધુ જોવા મળે છે. પરંતુ સતત બદલાતા વાતાવરણ વચ્ચે ચાલુ વર્ષે બટાકામાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે. જેના કારણે ખેડૂતોમાં બટાકાના ઉત્પાદનમાં મોટું નુસાશન થવાની શક્યતા જોવા મળી રહી છે. બટાકાના પાકમાં ઉતારામાં પણ અસામાન્ય જોવા માંડ્યો છે અને 30 ટકા સુધીનું નુકશાન થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news