30 કલાક બાદ બોટાદના યુવકની અંતિમયાત્રા નીકળી, પરિવારની 13 માંથી 10 માંગ સ્વીકારાઈ

Botad News : બોટાદના બગડ ગામના રાજેશ મકવાણાના મૃત્યુનો મામલો... 302ની કલમના ઉમેરા બાદ જ શાંતિપૂર્ણ માહોલમાં અંતિમવિધિ કરાઈ... રાજેશ મકવાણાના પરિવારજનોએ કરી હતી 13 માંગણી, જેમાં 10 માંગણી પુરી કરાશે...
 

30 કલાક બાદ બોટાદના યુવકની અંતિમયાત્રા નીકળી, પરિવારની 13 માંથી 10 માંગ સ્વીકારાઈ

Dalit Youth Murder રઘુવીર મકવાણા/બોટાદ : બોટાદના બગડ ગામના મૃતક યુવકના મામલો ગરમાયો હતો. રાજેશ મકવાણાના પરિવારજનોની માંગ સ્વીકારાતા આખરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પરિવારજનોની માંગણી સ્વીકારવામાં આવતા અને ફરિયાદમાં 302 ની કલમનો ઉમેરો કરવામાં આવતા અંતિમ સંસ્કાર કરાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગામમાંથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. બગડ ગામના યુવાન રાજેશભાઈ મકવાણા પર 6 સપ્ટેમ્બરના રોજ હુમલો થયો હતો. જે બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારને આધાર આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. જે સ્વીકારવામાં આવ્યા બાદ જ પરિવારજનોએ મૃતદેહને લઈ જવા તૈયાર થયા હતા. સાથે જ 302ની કલમનો ઉમેરો કર્યાનો રિપોર્ટ પરિવારજનોને બતાવવામાં આવ્યા બાદ મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

બગડ ગામે રાજેશભાઈ મકવાણાના હત્યા મામલે પરિવાર દ્વારા અલગ અલગ 13 જેટલી માંગો કરવામાં આવી હતી. જેમાં 10 માંગો સ્વીકારવામાં આવ્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરાયો હતો. બગડ ગામ પરિવાર દ્વારા 302 ની કલમના ઉમેરા બાદ જ અંતિમયાત્રાની કરવામાં આવી હતી. 302 ની કલમ બાદ પરિવારજનો દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રા દરમિયાનચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. વાત એમ હતી કે, ચાર વર્ષ પહેલા આપેલી જુબાનીના કારણે બોટાદમાં દલિતન યુવકની હત્યા કરવામાં આવી છે. આરોપી પિતા-પુત્રોએ હુમલો કર્યો હતો. જેથી પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. 

કેવી રીતે થઈ હતી હત્યા
રાણપુર તાલુકાના બગડ ગામે રહેતા અનુસૂચિત જાતિના રાજેશભાઈ મકવાણા પર ગત છ તારીખના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. જેને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સારવાર માટે બોટાદ તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતુ. આ મામલો હત્યામાં પરિણમતા રાજેશભાઈ મકવાણાના પરિવારજનો તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અલગ અલગ પ્રકારની 13 માંગો કરવામાં આવી હતી. 

પરિવારી મુખ્ય માંગોની જો વાત કરીએ તો સરકાર દ્વારા આ પરિવારને જમીન આપવામાં આવે. રાજેશભાઈના બંને સંતાનોને સરકાર દ્વારા શિક્ષણ આપવામાં આવે. તેમજ હુમલાને ધ્યાને લઈ પરિવારજનોને સુરક્ષા આપવામાં આવે. હથિયાર પરવાનો આપવામાં આવે તેવી માંગો કરવામાં આવી હતી.

જેમાં 10 માંગોનો સ્વીકાર બાદ ગત મોડી રાત્રે પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરાયો હતો. આરોપીઓ વિરુદ્ધ 302 ની કલમ ફરિયાદમાં ઉમેરાયા બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવશે તેવી માંગ કરાઈ હતી. જેથી પોલીસ પ્રશાસન દ્વારા 302 ની કલમ ઉમેરી જેનો રિપોર્ટ પરિવારજનોને બતાવતા ત્યારબાદ પરિવારજનો દ્વારા વિધિવત રીતે રાજેશભાઈ મકવાણાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા તેમજ અંતિમવિધિ પૂર્ણ થઈ હતી. 

આ મુદ્દે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ સમર્થનમાં આવ્યા હતા. રાણપૂરના દલિત યુવકની હત્યા મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યુ હતું કે, જાળીલાના પૂર્વ ઉપસરપંચની હત્યાના એકમાત્ર સાક્ષીની પણ હત્યા કરાઈ છે. સાક્ષી રમેશ મકવાણાની હત્યા થઈ છે. રમેશ મકવાણાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હોવા છતાં આપવામાં આવ્યું ના હતું. ખૂન થવાની ભીતિ દર્શાવવા છતાં તેમને રક્ષણ આપવામાં ના આવ્યું અને હત્યા થઈ. ભાજપ સરકારમાં દલિતોનું જીવવું નરક બનાવ્યું છે. ગુજરાતમાં આ ૯ મી ઘટના છે કે જ્યાં દલિતો એ સુરક્ષા માંગવા છતાં ના મળી અને હત્યા થઈ. ગુજરાતમાં આદિવાસી-દલિત પર અત્યાચાર થવા છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી. પીડિત પરિવારને સાથણિની જમીન અને આરોપીઓને પાસા નહીં થાય તો લાશનો સ્વીકાર નહીં કરાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news