બુટલેગરોએ વધુ પૈસા કમાવા બનાવ્યો નકલી વિદેશી દારૂ, આખી ફેક્ટરી ઝડપાઇ
સમગ્ર રાજ્યમાં દારૂ બંધી છે જેથી દારૂના બુટલેગરો શહેરમાં દારૂ પૂરું પાડવા અને નકલી દારૂ બનાવી વધુ પૈસા કમાવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. ત્યારે શહેરના છેવાડે આવેલા બાવળામાં 6 જેટલા ભેજાબાજોએ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હતી. જે બાવળા પોલીસે દરોડો પડી ઝડપી પાડી છે. આ સિવાય પોલીસે નકલી દારૂ અને દારૂની ખાલી બોટલો પણ કબજે કરી છે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ: સમગ્ર રાજ્યમાં દારૂ બંધી છે જેથી દારૂના બુટલેગરો શહેરમાં દારૂ પૂરું પાડવા અને નકલી દારૂ બનાવી વધુ પૈસા કમાવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. ત્યારે શહેરના છેવાડે આવેલા બાવળામાં 6 જેટલા ભેજાબાજોએ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હતી. જે બાવળા પોલીસે દરોડો પડી ઝડપી પાડી છે. આ સિવાય પોલીસે નકલી દારૂ અને દારૂની ખાલી બોટલો પણ કબજે કરી છે.
બાવળા પોલીસે બાતમીના આધારે નળ સરોવર રોડ પર આવેલા તુલસી ફાર્મ પર દરોડો પડી નકલી દારૂ બનાવતી ફેક્ટરી નો પરદા ફાશ કર્યો છે. ઝડપાયેલા તમામ લોકો પર પ્રાંતીય છે. આ તમામ લોકો ભારતીય બનાવટની દારુમાં સ્પ્રીટ ભેળ સેળ કરી નકલી દારૂ બનાવી કાંચની બોટલો પર અસલી સ્ટીકર લગાવી દારૂના બુટલેગરોને સપ્લાય કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.
અમદાવાદ: મોગાસીટીમાં મેટ્રો રેલની પ્રથમ ટ્રાયલ સફળતા પૂર્વક પૂર્ણ
હાલ પોલીસે આ આરોપીઓ પાસેથી નકલી દારૂ ની ૫૦ પેટીઓ સહીત કાંચની ખાલી બોટલો મળીને કુલ પાંચ લાખ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે અને 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે અન્ય બે થી ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે