Samsungની દમદાર સ્માર્ટવોચ, હાથના ઇશારા પર રિસીવ-રિજેક્ટ થશે કોલ
સેમસંગ 5 ઓગસ્ટે પોતાના સ્માર્ટફોનની સાથે નવી સ્માર્ટવોચ galaxy watch 3 પણ લોન્ચ કરશે. આ સ્માર્ટફોન યૂઝરોના હાથના ઇશારાથી કોલ રિસીવ કે રિજેક્ટ કરી શકશે. આ સિવાય તેમાં એપલ વોચ જેવું એક ફીચર પણ મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ જાણીતી સ્માર્ટફોન મેકર કંપની સેમસંગ જલદી નવી સ્માર્ટવોચ લોન્ચ કરવાની છે. આ કંપનીની Samsung Galaxy Watch 3 હશે, જેમાં ઘણા ખાસ ફીચર મળવાના છે. આ સ્માર્ટવોચ દ્વારા સેમસંગ કોલ રિસીવ અને રિજેક્ટની રીતને સરળ બનાવવા જઈ રહી છે. રિપોર્ટસ પ્રમાણે, તો નવી સેમસંગ ગેલેક્સી વોચ 3મા હેન્ડ જેસ્ચર (હાથની ગતિવિધિ) સપોર્ટ મળી શકે છે. આ વાતનો ખુલાસો સ્માર્ટવોચ એપથી થયો છે.
આ રીતે રિસીવ કે રિજેક્ટ કરી શકશો કોલ
રિપોર્ટ પ્રમાણે, જો સ્માર્ટફોન પર કોલનું નોટિફિકેશન આવે છે તો તમે મુઠ્ઠી બંધ કરીને ફોનને રિસીવ કરી શકો છો. જો તમે કોલ રિજેક્ટ કરવા ઈચ્છો છો તો તમારે બસ તમારો હાથ હલાવવો પડશે અને કોલ કટ થઈ જશે.
પોતાના ફાયદા માટે તમારી જાસૂસી કરી રહ્યું છે ગૂગલ, ચોરી રહ્યું છે એપનો ડેટા
એપલ જેવા ફીચર
એટલું જ નહીં, કંપનીની આ સ્માર્ટવોટમાં એપલ વોચ જેવું પણ એક ફીચર આપવા જઈ રહી છે. આ ફોલ ડિટેક્શન (Fall-Detection) છે. એપલ વોચમાં આવનારા આ કમાલના ફીચર યૂઝરના પડી જવા પર થોડીવાર રાહ જુઓ છે અને કોઈ હલચલ ન થવા પર તેની જાણકારી ઈમરજન્સી કોન્ટેક્સ અને આપાતકાલીન સર્વિસને આપે છે. આ ફીચરની સાથે આવનારી ગેલેક્સી વોચ 3 યૂઝરને પડવા પર 60 સેકેન્ડ સુધી રિંગ કરશે. ત્યારબાદ તમારૂ લોકેશન અને 5 સેકેન્ડનું ઓડિયો રેકોર્ડિંગ ઇમરજન્સી કોન્ટેક્ટને મોકલી આપશે.
કંપની આ સ્માર્ટવોચને પોતાના ગેલેક્સી અનપેક્ડ (Galaxy Unpacked) ઇવેન્ટમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ ઇવેન્ટ 5 ઓગસ્ટે યોજાશે. આ બે સાઇઝ 41mm અને 45mmમા આવશે. સેમસંગ વોચ 2ની જેમ તેમાં પણ ઇસીજી અને બ્લડ પ્રેશર માપવાની સુવિધા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે