સુરતમાં નકલી ડોક્ટર ઝડપાયો, અત્યાર સુધી હજારો લોકોને આપી ચૂક્યો છે દવા

સુરત (surat) ના પાંડેસરા સ્થિત આવેલી બાલાજી નગર સોસાયટી પાસે આર્શીવાદ ક્લીનિ ચલાવતા બોગસ તબીબને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસે કોઈ ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં તેણે બોગસ ડિગ્રી (fake degree) બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે ક્લિનીકમાંથી દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીની ટીમે આરોપી ડોક્ટર (bogus doctor) ની ધરપડક કરી વધુ તપાસ હાથ ધરી છે. 
સુરતમાં નકલી ડોક્ટર ઝડપાયો, અત્યાર સુધી હજારો લોકોને આપી ચૂક્યો છે દવા

ચેતન પટેલ/સુરત :સુરત (surat) ના પાંડેસરા સ્થિત આવેલી બાલાજી નગર સોસાયટી પાસે આર્શીવાદ ક્લીનિ ચલાવતા બોગસ તબીબને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસે કોઈ ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં તેણે બોગસ ડિગ્રી (fake degree) બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે ક્લિનીકમાંથી દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીની ટીમે આરોપી ડોક્ટર (bogus doctor) ની ધરપડક કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, એસઓજી પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં આવેલી બાલાજી નગર સોસાયટી પાસે એક વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે હેલ્થ સેન્ટરના ડો. અશોક ત્રિવેદી, ચીફ સેનેટરી ઇન્સ્પેકટર અજીતસિંહ પરમાર તથા સબ સેનેટરી ઇન્સ્પેકટર દિનેશભાઈ ડોડીયા સાથે દરોડો પાડ્યા હતા. જ્યાં આશીવાર્દ ક્લિનીક ચલાવતો ડો. નિલેશ સત્યનારાયણ તિવારી ઝડપાઈ ગયો હતો. 

આ પણ વાંચો : વ્હાલા રાજકોટને સીએમ રૂપાણીની 489 કરોડની ભેટ

પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેની પાસે કોઈ ડોક્ટરની ડિગ્રી મળી ન હતી. સાથે તેની પાસે તે અંગેના કોઈ પુરાવા પણ ન હતા. ફેક ડોક્ટર નિલેશ તિવારીએ કોઈ જગ્યાએથી બોગસ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. તેમજ પોતાના નામનું ડોક્ટર તરીકેનું પ્રેક્ટિસ કરવા માટેનુ બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ બનાવડાવ્યં હતું. જેના આધારે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. તેમજ અમદાવાદ ખાતે નોંધણી કર્યા અંગેનુ બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ તેની ક્લીનિકમાંથી મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. 

આ પણ વાંચો : ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, whatsapp થી લેવાશે પરીક્ષા

એસઓજી પોલીસે તેની ક્લિનીકમાંથી બોગસ ડિગ્રી, દવા, ઇન્જેક્શન અને ડોક્ટરના ઉપકરણો મળી કુલ 15 હજારની મત્તા કબજે કરી હતી. તેમજ તેને આ બનાવટી ડિગ્રી તથા રજિસ્ટ્રેશન સર્ટી બનાવી આપનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news