સાંસદ બનેલા BJPના ચાર ધારસભ્યોનું રાજીનામું, જાણો કોણ હશે પેટાચૂંટણીના ઉમેદવાર?

રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ હવે વિધાનસભાની પેટાચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપને લોકસભાની તમામ 26 બેઠકો મળ્યા બાદ સ્વાભાવિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપનો દાવો છે કે જે રીતે લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મળી અને 4 વિધાનસભાની પેટાચૂંટણી પણ ભાજપના ઉમેદવારો જીત્યા તે જ રીતે આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની તમામ પેટાચૂંટણીઓ ભાજપ જીતશે. 

સાંસદ બનેલા BJPના ચાર ધારસભ્યોનું રાજીનામું, જાણો કોણ હશે પેટાચૂંટણીના ઉમેદવાર?

બ્રિજેશ દોશી/અમદાવાદ: રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ હવે વિધાનસભાની પેટાચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપને લોકસભાની તમામ 26 બેઠકો મળ્યા બાદ સ્વાભાવિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપનો દાવો છે કે જે રીતે લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મળી અને 4 વિધાનસભાની પેટાચૂંટણી પણ ભાજપના ઉમેદવારો જીત્યા તે જ રીતે આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની તમામ પેટાચૂંટણીઓ ભાજપ જીતશે. 

હાલ તો ભાજપના 4 સાંસદોએ ધારાસભ્ય પદ છોડતા 4 વિધાનસભાની બેઠકો ખાલી પડી છે. આ બેઠકો પર ભાજપના ધારાસભ્યો હતા. એટલે ભાજપે આ બેઠકો જાળવવાનો પડકાર રહેશે. સામાન્ય રીતે પેટાચૂંટણીઓ સત્તાધારી પક્ષ તરફે રહેતી હોય છે. એટલે ભાજપને જીતને વિશ્વાસ છે. તજજ્ઞો પણ માની રહ્યા છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીઓ કરતા પેટાચૂંટણીઓ અલગ રહશે અને તેના મુદ્દાઓ અલગ રહેતા હોય છે. 

ગરમીનું રોદ્ર સ્વરૂપ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર

હાલમાં સરકાર સામે બીજો કોઇ મોટો વિવાદીત મુદ્દો નથી એટલે ભાજપને આ બેઠકો જાળવવામાં કોઇ મોટો પડકાર અત્યારે નથી. તેવા સંજોગોમાં ભાજપે પોતાની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. જો કે ભાજપમાં ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા બાદ થતી હોય છે. એટલે અત્યારે આ બાબતે કોઇ વિચારણા થઇ નથી. પરંતુ તેમ છતાં સ્થાનિક દાવેદારો અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ભાજપના ચાર સાંસદો પરબત પટેલ, હસમુખ પટેલ, ભરતસિંહ ડાભી અને રતનસિંહ રાઠોડે રાજીનામા આપતા ચાર બેઠકો ખાલી પડી છે. 

ખેરાલુ બેઠક પણ કોણ છે દાવેદાર?
ખેરાલુ બેઠકની બેઠક સાંસદ ભરતસિંહ ડાભીએ રાજીનામું આપતા ખાલી પડેલી આ બેઠક પર સ્થાનિકોનું પ્રભુત્વ છે. જેમાં ભાજપના કનુસિંહ ડાભી, રામસિંહ ડાભી, રમીલા દેસાઇનું નામ ઉમેદવાર તરીકે ચર્ચાઇ રહ્યું છે. 

અમદાવાદ: RTOમાં સામે આવ્યું કૌભાંડ, વૈભવી કારમાં થઇ લાખોની ટેક્સ ચોરી

થરાદ બેઠક પર શંકર ચૌધરીને મળશે ચાન્સ 
થરાદની બેઠક પરથી સાંસદ પરબત પટેલે રાજીનામું આપતા ખાલી પડેલી બેઠક ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર બનાસકાંઠા વિસ્તારમાં સૌથી વધારે પ્રભુત્વ ધરાવતા શંકર ચૌધરીને પેટા ચૂંટણી માટે ધારાસભ્ય પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. સાથે જ આ વિસ્તારમાં પાટીદાર ચહેરા તરીકે શૈલેષ પટેલનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.

અમરાઇવાડી બેઠક પર 30 કરતા પણ વઘુ દાવેદાર
અમરાઇવાડી બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં વિજયી થયેલા હસમુખ પટેલે રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે. અમદાવાદ શહેરી વિસ્તારની બેઠક હોવાથી ભાજપની મજબૂત પકડ છે. સ્થાનિક પાટીદાર ચહેરાને આ બેઠક પર ભાજપ ટિકિટ આપી શકે છે. આ બેઠક પર 30થી પણ વધુ દાવેદારો મેદાનમાં છે. 

લુણાવાડા બેઠક પર ક્ષત્રિય ઉમેદવાર થશે નક્કી?
લુણાવાડા બેઠક લોકસભાની ચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે રાજીનામું આપતા ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપે કમર કસી છે. આ બેઠક પર સ્થાનિક સમીકરણના આધારે આ બેઠક પર ઉમેદવાર નક્કી થશે. આ બેઠક પરથી ક્ષત્રિય અગ્રણીની પણ પસંદગી થઇ શકે છે. આ બેઠક પર ઉમેદવાર તરીકે જયપ્રકાશ પટેલ, અજય દરજી, અને મનોજ પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news